Home> LifeStyle
Advertisement
Prev
Next

તમારા લગ્ન જીવનને બરબાદ કરી શકે છે આ 5 સલાહ, ભૂલમાં પણ ન કરો ફોલો

લગ્ન જીવનમાં બંને વચ્ચેનો પ્રેમ જરૂરી છે. પરંતુ ક્યારેક વિવાદ થાય તો પરિવાર કે મિત્રો તરફથી એવી સલાહ આવે છે, જે સંબંધ સુધારવાની જગ્યાએ બગાડી શકે છે. આવા સૂચનોથી કપલે દૂર રહેવું જોઈએ. 

તમારા લગ્ન જીવનને બરબાદ કરી શકે છે આ 5 સલાહ, ભૂલમાં પણ ન કરો ફોલો

નવી દિલ્હીઃ Worst Relationships Advice Copule Should Ignore: વ્યક્તિ સૌથી વધુ પ્રેમ પોતાના પરિવાર અને ત્યારબાદ પોતાના મિત્રને કરે છે. આ કારણ છે કે સારા-ખરાબ સમયમાં તે સલાહ માટે તેની તરફ જુએ છે. પરંતુ ઘણીવાર અજાણતા પરિવાર અને મિત્રો તરફથી એવા સૂચન આવે છે, જે સંબંધ સુધારવાની જગ્યાએ  બગાડે છે. આવી સલાહથી કપલે દૂર રહેવાની જરૂર હોય છે. આવો જાણીએ 5 એવી સલાહ વિશે, જેના પર વ્યક્તિએ ભૂલીને પણ વિશ્વાસ ન કરવો જોઈએ.

fallbacks

સંબંધ મજબૂત નથી
જો તમારા બંને વચ્ચે કામ નથી થતું અને નાની-નાની બાબતો પર અણબનાવ છે તો તેને સાથે મળીને હલ કરવાનો પ્રયાસ કરો. તમારા પરિવારને ક્યારેય નક્કી ન થવા દો કે તમારો સંબંધ નબળો છે. મોટાભાગના લોકોની એક જ વિચારસરણી હોય છે કે જે સંબંધોમાં ઝઘડા ન હોય તે સંબંધો મજબૂત હોય છે. પરંતુ પરસ્પર વિવાદો સંવાદ અને સમજણ દ્વારા સરળતાથી ઉકેલી શકાય છે.

આ પણ વાંચોઃ એક નાનકડું લવિંગ વધારી શકે છે તમારી મર્દાનગી! પાર્ટનર પણ કહેશે શું ખાધુ હતું?

ઝગડા વિશે બીજાને ન જણાવો
ઘણીવાર પરિવારના સભ્યો કપલ્સને સલાહ આપે છે કે તેઓ તેમના ઝઘડા મિત્રો કે પરિવારના સભ્યો સાથે શેર ન કરે. તમારા મતભેદોને ઉકેલવા માટે એકબીજાની મદદ લેવી તમારા સંબંધને નબળા બનાવે છે. પરંતુ આ યોગ્ય નથી. તે જીવનનો એક ભાગ છે. જ્યાં ક્યારેક અન્ય લોકોના સમજાવટથી વસ્તુઓ સંપૂર્ણ બની જાય છે. જો તમે ઘરે પરિવારના કોઈપણ સભ્ય સાથે વાત કરી શકતા નથી, તો તમે મેરેજ કાઉન્સેલર પાસે પણ જઈ શકો છો.

લડાઈ કરી સૂઈ જવુ નહીં
ઘણીવાર યુગલોને સલાહ આપવામાં આવે છે કે ઝઘડા પછી તેને ઉકેલ્યા વિના ક્યારેય સૂઈ જવું જોઈએ નહીં. પરંતુ તે એવું નથી. લડાઈના સમયે બંને વ્યક્તિઓનો મૂડ ખૂબ ખરાબ હોય છે કે વાત કરવા પર બગડવાની શક્યતાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં આ સમયે સૂવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સવારે ઉઠો અને શાંત મનથી તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચોઃ Insect Bites: વરસાદી જીવજંતુ કરડી જાય તો તુરંત અજમાવો આ 4 માંથી કોઈ 1 દેશી નુસખો

સમયની સાથે બધુ બરાબર થઈ જાય છે
આજના સમયમાં તમે આ સલાહની સાથે ન ચાલી શકો. ઘણીવાર સમયની સાથે બધુ સારૂ થવાની રાહ વ્યક્તિ જોતો રહે છે અને સમય તેના હાથમાંથી નિકળી જાય છે. તમારે આપસમાં બધુ બરોબર કરવાનો પ્રયાસ કરવો પડશે. મુશ્કેલી ઉકેલવાનો પ્રયાસ કર્યા વગર માત્ર સારા સમયની રાહ જોવી સારો વિકલ્પ નથી. 

બાળકો કરી લો બધુ સારૂ થઈ જશે
જો તમારા સંબંધમાં પહેલાથી કોઈ વસ્તુ ખુબ ખરાબ હોય તો તેને સુધાર્યા વગર બાળકોનું પ્લાનિંગ કરવુ ખુબ મોટી ભૂલ હોઈ શકે છે. તમે તમારો સંબંધ બનાવવા માટે જ્યારે બાળકો પ્લાન કરો છો તો ઘણીવાર પ્રેમ વગર બળજબરીથી બાળકો માટે સેટ કરવા લાગો છો. જે બરોબર નથી. બાળકોના પ્લાન પહેલા તમારા સંબંધમાં પ્રેમ પાછો મેળવવાનો પ્રયાસ કરો. જો સારૂ થવાનું હશે તો બાળકો પહેલા થઈ જશે. જો બધુ સેટ ન થાય તો બાળકોનો પ્લાન ન કરો. બાકી પછી સમસ્યા ઊભી થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More