PHOTOS

Best Resorts in India: ભારતના આ 10 રિસોર્ટ છે એકદમ પૈસા વસૂલ, વૈશ્વિક સ્તરે છે અત્યંત લોકપ્રિય

10 Best Resorts in India: વર્ષ 2023 પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. કેટલાક રિસોર્ટ વિશે અમે તમને જણાવીશું જ્યાં જવાથી તમે ખુબ મજા માણી શકશો. જાણો દેશના એવા કેટલાક ફેમસ રિસોર્ટ વિશે....

Advertisement
1/10
ડિફ્લૂ રિવર લોજ
ડિફ્લૂ રિવર લોજ

અસમ રાજ્યના કાઝીરંગ પાસે આવેલો છે. જાણકારોનું માનીએ તો તે ભારતના ટોચના રિસોર્ટમાંથી એક છે. અહીં તમે નવા વર્ષની ઉજવણી સારી રીતે કરી શકશો. તમને ડોલ્ફિન નાવ સફારી, ચાના બગીચા પર્યટન સહિત અનેક ચીજો પણ મળશે. 

2/10
ધ ઈવોલ્વ બેક
ધ ઈવોલ્વ બેક

આ રિસોર્ટ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પીમાં છે. ફરવા માટે ખુબ સારી જગ્યા છે. ઈવોલ્વ  બેકની વાસ્તુકલા અને આંતરિક ડિઝાઈન તે જૂના શહેરના શાહી સારથી પ્રેરિત હતા જે  હવે એક યુનેસ્કોની વિશ્વ ધરોહર છે. 

Banner Image
3/10
કુમારકોમ લેક રિસોર્ટ
કુમારકોમ લેક રિસોર્ટ

આ રિસોર્ટ કેરળમાં છે. પૂરા થતા વર્ષ અને નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવા માટે સારી જગ્યા ચે. અહીં લોનમાં હાઈ ટી અને 2013માં બ્રિટિશ શાહી પરિવારના 65માં જન્મદિવસના ઉત્સવ માટે પ્રિન્સ ચાર્લ્સ અને તેમના દળની મેજબાની માટે પણ જાણીતું છે. 

4/10
હિમાલયી ગાવ
હિમાલયી ગાવ

હિમાલયી ગાવ કસોલમાં છે. આ રિસોર્ટની આજુબાજુની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે જણાવવાનું કે પાર્વતી ઘાટીમાં, હિમાલયન વિલેજ રિસોર્ટ પહાડી ઝાડોની સદાબહાર સંપત્તિ વચ્ચે આવેલો છે. 

5/10
હોટલ રાસ
હોટલ રાસ

ભારતના સૌથી સારા રિસોર્ટમાં હોટલ રાસનું નામ પણ આવે છે. તે દેલવાડા ગામમાં આવેલું છે. તેના વિશે કહેવાય છેકે અહીં એક લક્ઝરી રિસોર્ટ છે જે જટિલ નક્શીદાર અને મેહરાબોથી સુસજ્જિત છે. 

6/10
આઈટીસી ગ્રાન્ડ ગોવા રિસોર્ટ
આઈટીસી ગ્રાન્ડ ગોવા રિસોર્ટ

આ રિસોર્ટ ગોવામાં છે. રિસોર્ટ સમુદ્ર કિનારે આવેલો છે. રિસોર્ટથી સમુદ્રની સુંદરતાનું લોકો અવલોકન કરે છે. નવા વર્ષની ઉજવણી માટે સારી જગ્યા રહેશે. 

7/10
ખૈબર હિમાલયન રિસોર્ટ
ખૈબર હિમાલયન રિસોર્ટ

ભારત દશના સૌથી લક્ઝરી રિસોર્ટમાંથી એક ખૈબર હિમાલયન રિસોર્ટનું નામ પણ આવે છે. તે હિમાલયમાં પીર પંજાલ પર્વતમાળાના ટોચનું ખુબ સારું અવલોકન કરાવે છે. આવામાં તમે આ સુંદરતા અનુભવી શકો છો. 

8/10
મારારી બીચ રિસોર્ટ
મારારી બીચ રિસોર્ટ

આ રિસોર્ટ દેશના સૌથી સારા રિસોર્ટમાંથી એક ગણાય છે. તે મારીકુલમમાં આવેલો છે. જો તમે ઈચ્છતા હોવ કે વર્ષના અંતિમ દિવસોમાં ફરવા જઈ શકો છો. 

9/10
ટ્રી ઓફ લાઈફ રિસોર્ટ
ટ્રી ઓફ લાઈફ રિસોર્ટ

આ રિસોર્ટ કચેરવાલા, કુકાસ જયપુરમાં આવેલો છે. દેશના સૌથી સારા રિસોર્ટમાંથી એક ગણાય છે. અહીં તમને આઉટડોર પાર્કિંગ, રેસ્ટોરા, સહિત તમામ જરૂરી ચીજો મળશે. 

10/10
સેરાઈ ચિકમગલૂર
સેરાઈ ચિકમગલૂર

સેરાઈ ચિકમગલૂરને ભારતના સારા રિસોર્ટમાંથી એક ગણવામાં આવે છે. તે કોફી બગીચા વચ્ચે આવેલો છે. તે ચિકમગલૂરમાં છે. તમે આ જગ્યાએ પણ નવા વર્ષની ઉજવણી કરી શકો છો. 





Read More