PHOTOS

આ ફંડ છે કમાલ! 10 હજારની SIPથી બની ગયા 6.75 કરોડ રૂપિયા; રોકાણકારો થયા માલામાલ

SBI Large & Midcap Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી અસરકારક રીત સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે, જે રોકાણકારોને નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરવાની સુવિધા આપે છે. SIP લાંબા સમયમાં એક મજબૂત ફંડ બનાવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ચાલો સમજીએ કે, તેનાથી 10,000 રૂપિયાના રોકાણથી કરોડો રૂપિયાનું ફંડ કેવી રીતે બનાવી શકાય.

Advertisement
1/5
10 હજાર રૂપિયાની SIPનો ચમત્કાર
10 હજાર રૂપિયાની SIPનો ચમત્કાર

યોગ્ય સ્કીમ પસંદ કરીને રોકાણકારો કરોડોનું કોર્પસ તૈયાર કરી શકે છે. આવી એક સફળ સ્કીમ છે SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડ. આ ફંડે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ ફંડમાં 1993માં રૂ. 10,000ની માસિક SIP શરૂ કરી હોત તો આજે તેનું રોકાણ રૂ. 6.75 કરોડ હોત.

2/5
₹1 લાખ બન્યા ₹54.84 લાખ
₹1 લાખ બન્યા ₹54.84 લાખ

SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડની શરૂઆત 28 ફેબ્રુઆરી 1993ના રોજ કરવામાં આવી હતી અને તેણે 32 વર્ષ પૂર્ણ કર્યા છે. લોન્ચ થયાના બાદથી જ આ સ્કીમે 13.33% નું વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે. જો કોઈ રોકાણકારે 1993માં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 54.84 લાખ રૂપિયા હોત. આ દર્શાવે છે કે લાંબા સમય સુધી ધીરજ અને શિસ્ત સાથે રોકાણ કરીને કેટલું મોટું વળતર મેળવી શકાય છે.

Banner Image
3/5
15 વર્ષમાં 15.6% CAGR રિટર્ન
15 વર્ષમાં 15.6% CAGR રિટર્ન

છેલ્લા 15 વર્ષમાં 15.6% CAGR રિટર્ન, છેલ્લા 10 વર્ષમાં 15.57% CAGR રિટર્ન, છેલ્લા 3 વર્ષમાં 13.65% CAGR રિટર્ન, સ્કીમ લોન્ચ થયા બાદથી અત્યાર સુધીમાં 15.17% CAGR રિટર્ન મળ્યું છે. આનો અર્થ એ થયો કે આ સ્કીમમાં SIP કરનારા રોકાણકારોને લાંબા ગાળે જબરદસ્ત ફાયદો થયો છે.  

4/5
SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડની ખાસ વિશેષતાઓ
SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડની ખાસ વિશેષતાઓ

રૂ. 28,681 કરોડની AUMની સાથે આ સ્કીમ બજારમાં સ્થિરતા બનાવી રાખેલ છે.32 વર્ષના ટ્રેક રેકોર્ડમાં આ સ્કીમે સતત સારું પ્રદર્શન કર્યું છે. આ ફંડ ભારતની ટોચની લાર્જ-કેપ અને મિડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, જેનાથઈ જોખમ અને રિટર્નમાં સંતુલન બનેલ રહે છે. રૂ. 10 હજારની SIPમાંથી રૂ. 6.75 કરોડનું ભંડોળ બનાવવું તેની સફળતા દર્શાવે છે.

5/5
SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડ
SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડ

આ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) હાલમાં રૂ. 28,681 કરોડ છે. આ સ્કીમ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને સતત સારું વળતર આપે છે. જો છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો તેણે 19.15% નું CAGR રિટર્ન આપ્યું છે.





Read More