PHOTOS

10 વર્ષની આ ગુજ્જુ બાળકીએ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કરી પોતાની અતિપ્રિય વસ્તુ

આટલી નાની ઉંમરમાં આ વિચાર આવવોએ ખૂબ જ અગત્યની વાત છે. બે વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો હતો. જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સિરિયલ માટે ઓફર પણ આવી હતી.

Advertisement
1/8

સુરતમાં રહેતી 10 વર્ષીય દેવાના દેવે વયમાં ખૂબ જ નાની ભલે લાગે પરંતુ તેના વિચાર અને તેના કાર્ય આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે. દેવાનાને પોતાનો વાળ પ્રિય છે પરંતુ તેના કરતાં તેણે એક વિચાર અતિ પ્રિય બની ગયું છે.

2/8

વિચાર છે કેન્સર પીડિત લોકો માટે વાળ ડોનેટ કરવું. આટલી નાની ઉંમરમાં આ વિચાર આવવોએ ખૂબ જ અગત્યની વાત છે. સૌથી અગત્યની વાત આ પણ છે કે જન્મથી લઈને અત્યારસુધી તેણે પોતાના વાળ કપાવ્યા જ નથી.

Banner Image
3/8

દેવાનાના વાળની લંબાઈ અંદાજે 30 ઇંચ જેટલી થઈ ગઇ હતી. કેન્સર પીડિત માટે આજે વાળ ડોનેટ કરવાના ઉદ્દેશ્યથી દેવાના માતાપિતાને લઈને પાર્લરમાં આવી છે અને વાળ કપાવી હતી.

4/8

દેવાના કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં પણ જોડાઈ છે. દેવાનાએ જણાવ્યું હતું કે તે બે વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો કે કેન્સર પીડિત માટે તે વાળનું ડોનેશન કરશે.

5/8

તેણે જણાવ્યું કે જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સિરિયલ માટે ઓફર પણ આવી હતી પરંતુ તેના મક્કમ નિર્ણય બાદ તેને તેની પરવા કરી નહીં અને સિરીયલ કરતાં વાળ ડોનેટ કરવું ખૂબ જ અગત્ય લાગ્યું.

6/8

તેણે જણાવ્યું કે લોકોને પણ આવી જ રીતે કેન્સર પીડિત માટે આગળ આવવું જોઈએ. તેની માતા નિકિતા દવેએ જણાવ્યું હતું કે, જ્યારે દેવાના નિર્ણય સાંભળ્યો ત્યારે તમે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

7/8

અમે બંને તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું હતું કે તે સંપુર્ણ વાળ નહીં કરે માત્ર થોડાક વાર ડોનેટ કરે પરંતુ તેના મહત્તમ નિર્ણયના કારણે અમે આખરે તેના નિર્ણયને સ્વીકાર કરી લીધો હતો.

8/8

આટલી નાની ઉંમરે આટલા ઉચ્ચ વિચાર આવું ખુબજ અગત્યનું છે.





Read More