PHOTOS

Photos: સૂર્યમંદિરમાં સર્જાયો અદભૂત નજારો, 1008 યંગસ્ટર્સનું 108 સૂર્ય નમસ્કાર

 મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરમાં સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યમંદિરમાં 1008 યુવાનોએ 108 સામુહિક સૂર્ય નમસ્કાર કરવાનો લ્હાવો મેળવ્યો હતો. 

Advertisement
1/4

રાજ્યમાં મોઢેરાના સૂર્યમંદિરમાં પ્રથમ વખત સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ 32 સ્થળના યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. 

2/4

વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંત દ્વારા સૂર્યમંદિરમાં સામુહિક સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Banner Image
3/4

મંદિર પરિસરમાં આવી અનોખી આરાધના કરવામાં આવી હતી. જેણે કારણે મંદિરનું વાતાવરણ અત્યંત યોગમય તેમજ ધાર્મિક બની રહ્યું હતું.

4/4

આગામી 2 ફેબ્રુઆરીના રોજ અહીં ઊત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાયું છે. 





Read More