PHOTOS

બોલરોના છોતરા કાઢી નાખતો મહેસાણાનો આ છોકરો બનશે ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર; વનડેમાં ફટકારી ત્રેવડી સદી!

sana News: હીરા ફક્ત ખાણમાં જ  પેદા થતા નથી, ક્યારેક મહેનતની આગમાં તપીને બનનારા હીરા વધારે પ્રકાશ ફેલાવે છે. ક્રિકેટ એ અન...

Advertisement
1/10

હાલમાં મહેસાણામાં એફએસસી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી અંડર-14 ઈન્ટર ક્લબ વન ડે ટુર્નામેન્ટમાં વિનયસિંહ સોલંકીએ 158 બોલમાં ત્રેવડી સદી ફટકારી છે. જેમાં 11 સિક્સ અને 47 ચોગ્ગા છે.   

2/10

વનડાઉનમાં ઉતરેલા વિનયસિંહે મેદાનમાં એવો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો છે કે સામેની ટીમ હતપ્રભ બની ગઈ હતી અને 70 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વિનયસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Banner Image
3/10

આ લીગ મેચમાં મહેસાણાની ટીમે વનડેમાં 482 રન ફટકાર્યા હતા જેમાં વિનયસિંહ સોલંકીના 301 રન છે. મહેસાણા તાલુકાના નાનકડા ગામ હેબુવાનું આ દીકરાએ નામ રોશન કરી દીધું છે. 

4/10

પિતા મહેશસિંહ સોલંકીને પણ પહેલાંથી ક્રિકેટમાં રસ હોવાથી એમને દીકરાને પણ ક્રિકેટમાં આગળ વધાર્યો હવે દીકરો પિતાનું નામ આગળ વધારી રહ્યો છે. મહેસાણામાં અંડર-14માં રમનારો વિનય બરોડા તરફથી પણ અંડર-14 અને અંડર 19માં રમી ચૂક્યો છે.   

5/10

મહેસાણાની અંડર 14ના કેપ્ટન વિનયસિંહે એ સાબિત કરી દીધું છે કે સપનાં જોવાનો દરેકને હક છે.   

6/10

હાલમાં મહેસાણા અને બરોડામાં બોલરોના છોતરા કાઢી નાખતો વિનયસિંહ સોલંકી ભવિષ્યનો ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર છે. જે પોતાની બેટીંગની પ્રતિભાથી એ સાબિત કરી રહ્યો છે કે તેને કોઈ રોકી શકે એમ નથી.

7/10
8/10
9/10
10/10




Read More