Budh Surya Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું જ્યારે રાશિ પરિવર્તન થાય છે ત્યારે કેટલાક ગ્રહ અન્ય ગ્રહો સાથે જોડાય છે જેના કારણે કેટલીક વાર અતિ શુભ યોગનું નિર્માણ થતું હોય છે. આવો જ યોગ જુલાઈ મહિનામાં સર્જાશે જેમાં બુધ અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે અને તેના કારણે 2 શુભ યોગ સર્જાશે. 8 જુલાઈ 2023ના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 જુલાઈ 2023ના રોજ સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જેના કારણે કર્ક રાશિમાં બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય અને વિપરીત રાજયોગ રચાશે. આ બે યોગના કારણે 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે.
મકર રાશિના લોકો માટે વિપરીત રાજયોગ શુભ ફળદાયી સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને કોર્ટ કેસના મામલાઓમાં સફળતા મળશે. આ સમયે હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આ દરમિયાન તમે જૂની ઉધારી ચુકવી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.
કર્ક રાશિના લોકો માટે વિપરીત રાજયોગ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન વિદેશથી સંબંધિત વેપારમાં નફો થઈ શકે છે. બેન્કિંગ રોકાણ, આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. એટલું જ નહીં સૂર્યના પ્રભાવના કારણે આ સમય દરમિયાન કર્ક રાશિને કાર્યસ્થળ પર માન-સન્માન મળશે અને અટકેલા કાર્યો પૂરા થશે.
વૃશ્ચિક રાશિના લોકો પર વિપરીત રાજયોગની સૌથી વધુ સારી અસર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગથી છુટકારો મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે. ક્યાંકથી અચાનક ધન મળવાની સંભાવના છે. આધ્યાત્મિકતામાં રસ વધશે. સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)