PHOTOS

180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસ

Surat News : સુરત શહેરથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. 180 કિલોનું વજન ધરાવતા યુવકે દેવું થઈ જતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારેભરખમ વજનને કારણે તેને સારવાર માટે લઈ જવા ફાયર વિભાગના જવાનોને ભારે મહેનતનો સામનો કરવો પડ્યો હતો. આખરે તેમને સફળતા મળી હતી. 

Advertisement
1/5

અમરોલી ખાતે રહેતા 45 વર્ષીય યુવકે બંને હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કલ્પેશ ભટ્ટ નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેમણે બંને હાથની નસ કાપતા પરિવારના સભ્યો ડરી જતા તાત્કાલિક અમરોલી પોલીસને જાણ કરી હતી.

2/5

અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું સૌથી મોટી મુસીબત એ હતી કે, 45 વર્ષીય કલ્પેશ ભટ્ટનું વજન આશરે 180 કિલો હતું. બીજું એ કે, ચોથા માળે બનેલ આ બનાવવામાં કલ્પેશ ભટ્ટને નીચે ઉતારવામાં ભારે તકલીફ પડી રહી હતી. જેથી પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  

Banner Image
3/5

ફાયર બ્રિગેડ દ્વારા આ યુવકને મજબૂત કપડાથી બાંધી નીચે લાવવામાં આવ્યો હતો. યુવકને તાત્કાલિક ધોરણે સ્મીમેર હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો હતો.   

4/5

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવું થઈ જતા યુવકે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ યુવકને ચોથા માળેથી નીચે લાવવા માટે 11 જેટલા ફાયરના જવાનોએ ભારે જહેમત કરી હતી.   

5/5




Read More