PHOTOS

ટાટાનો આ સ્ટોક ખરીદવાની 20 એક્સપર્ટની સલાહ, ડબલ થઈ જશે ભાવ, કિંમત છે 625 રૂપિયા

Tata Share: ટાટા ગ્રુપની આ કંપનીના શેર આ વર્ષે સતત ચર્ચામાં રહ્યા છે. બજારમાં મંદી દરમિયાન કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે બુધવારે અને 05 માર્ચના રોજ આ કંપનીના શેર નજીવા ઉછાળા સાથે 625.30 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા.

Advertisement
1/8

Tata Share: ટાટા ગ્રુપની કંપની આ કંપનીના શેર આ વર્ષે સતત ચર્ચામાં રહ્યા છે. બજારમાં મંદી દરમિયાન કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે બુધવારે અને 05 માર્ચના રોજ આ શેર નજીવા ઉછાળા સાથે 625.30 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. તેની અગાઉની બંધ કિંમત 619.15 રૂપિયા છે.   

2/8

અહીં, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ બુધવાર, 5 માર્ચના રોજ તેની નોંધમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ લિમિટેડ(Tata Motors)ના શેર વર્તમાન 52-સપ્તાહના નીચલા સ્તરથી 38% વધી શકે છે. તેની 52 સપ્તાહની નીચી કિંમત 606.20 રૂપિયા છે, જેને કંપનીએ આ વર્ષે 3 માર્ચે સ્પર્શી હતી. 

Banner Image
3/8

તમને જણાવી દઈએ કે છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 42%નો ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 17% ઘટ્યો છે. અહીં, હાઈટોન્ગમાં આ સ્ટોક પર ₹1,300 ની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે સ્ટોક વર્તમાન સ્તરથી બમણો પણ થઈ શકે છે.

4/8

બ્રોકરેજ મોર્ગન સ્ટેન્લી પાસે આ શેર પર "ઈક્વલવેટ" રેટિંગ આપ્યું છે, જે  853 રૂપિયાના ટારગેટ ભાવ સાથે "ન્યૂટલ" વલણની સમકક્ષ છે. તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સના શેર તેમના 52-સપ્તાહના નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યા છે અને ગયા વર્ષે જુલાઈમાં સ્પર્શેલા ₹1,179 ના ઉચ્ચતમ સ્તરથી લગભગ અડધા થઈ ગયા છે.   

5/8

મોર્ગન સ્ટેનલીએ એક નોંધમાં લખ્યું છે કે, અમેરિકામાં લેન્ડ રોવરનું વેચાણ એક વર્ષ પહેલાની સરખામણીમાં 79% વધીને 11,900 યુનિટ થયું છે. આ જાન્યુઆરીમાં જોવા મળેલા 70% અને ડિસેમ્બરમાં જોવા મળેલા 34% વધારા કરતા વધારે છે. નાણાકીય વર્ષ 24 માં જગુઆર લેન્ડ રોવર (JLR) ના કુલ વેચાણમાં યુએસ બજારનો હિસ્સો 23% હતો, જ્યારે ટાટા મોટર્સના એકીકૃત વેચાણ આંકડામાં 15% હિસ્સો હતો.  

6/8

ટાટા મોટર્સને આવરી લેતા 34 વિશ્લેષકોમાંથી, 20 એ શેર પર "બાય" રેટિંગ આપ્યું છે, જેમાંથી 9 એ "હોલ્ડ" કહ્યું છે, જ્યારે તેમાંથી પાંચ એ શેર પર "સેલ" રેટિંગ આપ્યું છે. ભાવ લક્ષ્ય સર્વસંમતિ અંદાજ શેર માટે 34% ની સંભવિત વૃદ્ધિ સૂચવે છે.

7/8

તાજેતરના શિખરથી કરેક્શન હોવા છતાં, ટાટા મોટર્સ પર નજર રાખતા ઓછામાં ઓછા ત્રણ વિશ્લેષકોએ શેર માટે 1,000 રૂપિયાથી વધુનો ટારગેટ ભાવ રાખ્યો છે.  

8/8

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)





Read More