2000 note ban: 2000 રૂપિયાની નોટ હવે નહીં ચાલે. ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેશે. પરંતુ, આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં પરત કરી શકાશે.