Shani Jayanti 2023: શાસ્ત્રોમાં શનિદેવને કર્મ ફળના દાતા અને ન્યાય કરનાર દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેના પર શનિદેવ કૃપા હોય તે દિવસ રાત પ્રગતિ કરે છે. આવી જ કૃપા દ્રષ્ટિ 3 રાશિના લોકો પર શનિ જયંતિના દિવસે પડવાની છે. 19 મે અને શનિવારનો દિવસ 3 રાશિના લોકો માટે લાભકારી સાબિત થવાનો છે.
શનિ જયંતિ પહેલા ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બનશે. આ દરમિયાન મેષ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. નવી નોકરીની તકો મળશે.
ગજકેસરી યોગનો ફાયદો મિથુન રાશિના લોકોને પણ થશે. સમાજમાં માન-સન્માન વધશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને શુક્ર બંને એકબીજાના મિત્ર છે. તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ છે. શનિદેવ હંમેશા તુલા રાશિ પર મહેરબાન રહે છે. આવી સ્થિતિમાં આ વિશેષ યોગમાં શનિદેવની પૂજા કરવાથી આ રાશિના લોકોને સફળતા, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)