PHOTOS

IPL ઈતિહાસ: આઈપીએલમાં પર્પલ કેપ જીતનાર ચાર ભારતીય બોલર

આગામી 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (Ipl 2020)ની 13મી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લા 12 વર્ષથી ફટાફટ ક્રિકેટની આ ટૂર્નામેન્ટે વિશ્વ ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી છે. આઈપીએલમાં ભારતની સાથે વિદેશી ખેલાડી પણ રમે છે. આઈપીએલમાંથી ભારતને એવા ઘણા પ્રતિષ્ઠિત ખેલાડી મળ્યા જે હવે રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. 

Advertisement
1/4
ભુવનેશ્વર કુમાર
 ભુવનેશ્વર કુમાર

આ એકમાત્ર બોલર છે, જેણે સતત બે વર્ષ આઈપીએલમાં પર્પલ કેપ પર કબજો કર્યો હતો. ડ્વેન બ્રાવોએ પણ આઈપીએલમાં બે વખત પર્પલ કેપ જીતી છે, પરંતુ બે સીઝનમાં સતત આ કેપ મેળવવાની સિદ્ધિ ભુવીએ મેળવી હતી. તેણે 1016મા સનરાઇઝર્સ માટે 17 મેચમાં કુલ 23 વિકેટ હાસિલ કરી હતી. ત્યારબાદ 2018મા 14 મેચ રમીને 26 વિકેટ ઝડપી હતી. આ વખતે તેણે એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની પણ સિદ્ધિ મેળવી હતી. 

2/4
મોહિત શર્મા
  મોહિત શર્મા

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમતા મોહિત શર્માએ પણ આઈપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. મોહિત શર્માએ વર્ષ 2014ની સીઝનમાં આ કેપ પોતાના નામે કરી હતી. તેણે કુલ 16 મેચ રમી અને 23 વિકેટ ઝડપી હતી. એકવાર તેણે ઈનિંગમાં ચાર વિકેટ પણ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ તેને વિશ્વકપ-2015મા પણ રમવાની તક મળી હતી. 

Banner Image
3/4
પજ્ઞાન ઓઝા
 પજ્ઞાન ઓઝા

આ સ્પિનરે આઈપીએલમાં પર્પલ કેસ 2010મા પ્રાપ્ત કરી હતી. ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા પ્રજ્ઞાન ઓઝાએ પર્પલ કેપ જીતી હતી. બે વર્ષ સતત ડેક્કન ચાર્જર્સના બોલરોએ કમાલ કર્યો હતો. ઓઝાએ તે સીઝનમાં 16 મેચ રમીને કુલ 21 વિકેટ પોતાના નામે કરી હતી. 

4/4
આરપી સિંહ
  આરપી સિંહ

આરપી સિંહ પર્પલ કેસ જીતનાર પ્રથમ ભારતીય બોલર છે. તેણે 2009મા પર્પલ કેપ જીતી હતી. ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા આરપી સિંહે 16 મેચોમાં 23 વિકેટ ઝડપી હતી. એકવાર તેના ખાતામાં 4 વિકેટ પણ આવી હતી. ઇકોનોમી રેટની વાત કરીએ તો આરપી સિંહે 7થી પણ ઓછી ઇકોનોમી રેટથી ટૂર્નામેન્ટમાં રન આપ્યા હતા.   





Read More