Knee Pain Relief Yoga: વધારે વજન, ઈજા કે દબાણના કારણે ઘુંટણ સહિત પગના સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સમસ્યા માટે દવા, તેલ, બામ જેવી વસ્તુઓ માર્કેટમાં મળે છે. પરંતુ દવા વિના જો તમારે સાંધાના દુખાવા દુર કરવા હોય તો આ 4 યોગાસન બેસ્ટ છે.
ત્રિકોણાસન ઘુંટણના સાંધાને મજબૂક કરે છે અને લચીલાપણું વધારે છે. આ આસન પગ, કુલ્હા અને કરોડરજ્જુને પણ સ્ટ્રેચ કરે છે.
વૃક્ષાસન સંતુલન અને સ્થિરતામાં સુધારો કરે છે. તેનાથી ઘુંટણના સાંધા મજબૂત થઈ શકે છે.
બાલાસન બોડીને રિલેક્સ કરે છે અને ઘુંટણના પ્રેશર પર કામ કરે છે. આ આસન પીઠ અને કુલ્હાને સ્ટ્રેચ કરે છે.
પાદાંગુષ્ઠાસન પગ અને ઘુંટણના સ્નાયૂને મજબૂત કરે છે. તેનાથી સંતુલન અને લચીલાપણું સુધરે છે.