PHOTOS

Photos: 19 વર્ષે રાતોરાત લોકપ્રિય થઈ હતી ગુજ્જુ ગર્લ શેફાલી, એક ગીતે અપાવ્યું સ્ટારડમ, મોત પહેલા આ શોમાં જોવા મળી

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાનું અચાનક નિધન થયું છે. અનેક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે અભિનેત્રીના નિધનનું કારણ કાર્ડિયાક અરેસ્ટ છે જો કે હજુ અધિકૃત કોઈ માહિતી સામે આવી નથી. અભિનેત્રીના મોતના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઘાતની લહેર ફરી વળી છે. અભિનેત્રીએ રાતોરાત ખ્યાતિ મેળવી હતી જાણો તેના વિશે. 

Advertisement
1/5
19 વર્ષે રાતોરાત થઈ ફેમસ
19 વર્ષે રાતોરાત થઈ ફેમસ

શેફાલી જરીવાલાનો જન્મ ગુજરાતના અમદાવાદમાં વર્ષ 1982માં થયો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 2002માં તેણે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને તેનું એક ગીત એટલું બધુ સુપરહિટ થયું હતું કે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતમાં શેફાલીનો ડાન્સ અને તેની અદાઓ એટલી કાતિલ હતી કે દરેક તેના ફેન થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ તેને કાંટા લગા ગર્લ તરીકે બિરૂદ આપી દીધુ. 

2/5
એક ગીતે દુનિયા બદલી નાખી
એક ગીતે દુનિયા બદલી નાખી

આ ગીત શેફાલીના જીવનમાં માઈલસ્ટોન સાબિત થયો. કાંટા લગા ગીત બાદ શેફાલીએ અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું. સલમાન ખાનની ફિલ્મ મુજસે શાદી કરોગી (2004), હુદુગરુ (2011) જેવી ફિલ્મોમાં નાના પણ યાદગાર રોલ કર્યા. આ સાથે ટીવી ઉપર પણ એક ઓળખ ઊભી કરી. 

Banner Image
3/5
અનેક શો અને ફિલ્મોમાં કામ કર્યું
અનેક શો અને ફિલ્મોમાં કામ કર્યું

શેફાલીએ અનેક રિયાલિટી શોમાં પણ કામ કર્યું. જેમાં બૂગી વૂગી, નચ બલિયે 5, અને નચ બલિયે 7 જેવા ડાન્સ રિયાલિટી શો પણ સામેલ છે. આ ઉપરાંત બિગ બોસ 13માં પણ જોવા મળી. 

4/5
છેલ્લે આ શોમાં જોવા મળી હતી
છેલ્લે આ શોમાં જોવા મળી હતી

શેફાલી 'શૈતાની રસ્મે' શોમાં હાલમાં જ જોવા મળી હતી. પર્સનલ લાઈફની વાત કરીએ તો શેફાલીના લગ્ન સંગીત નિર્દેશક હરમીત સિંહ સાથે થયા હતા. પરંતુ 2009માં ડિવોર્સ  થઈ ગયા. 

5/5
પરાગ સાથ બીજા લગ્ન
પરાગ સાથ બીજા લગ્ન

ત્યારબાદ તેના જીવનમાં અભિનેતા પરાગ  ત્યાગીની એન્ટ્રી થઈ. બંનેએ 2014માં લગ્ન કર્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ શેફાલીની ટોટલ નેટવર્થ લગભગ 7.5 કરોડ રૂપિયા છે. 





Read More