Vaishno Devi Tour: વૈષ્ણો દેવીની યાત્રા પર જવા માટેનો સૌથી સારો સમય જૂન સુધીનો હોય છે. આ સમય દરમિયાન અહીં વાતાવરણ સારું હોય છે. જો તમે પણ આ વર્ષે વૈષ્ણો દેવી દર્શન માટે જવાનું વિચારી રહ્યા છો તો તમને વૈષ્ણો દેવી આસપાસ આવેલી સુંદર જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં પણ તમે ફરવા જઈ શકો છો.
ઝજ્જર કોટલી કટરામાં છે. અહીં એક દિવસ પિકનિક કરવા જઈ શકાય છે. આ જગ્યા કટરાથી 15 કિલોમીટર દુર છે.
માનસાર લેક એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ અને ફરવાલાયક સ્થળ પણ છે. આ જગ્યા પર્વત, જંગલ અને ઉદ્યાનોથી ઘેરાયેલી છે. આ જગ્યા કટરાથી 32 કિલોમીટર દુર છે.
બાગ એ બહુ કટરા પાસે ફરવાની અલગ જ જગ્યા છે. કટરાથી 45 કિમી દુર આ જગ્યા આવેલી છે. તવી નદીના કિનારે આ સ્થળ આવેલું છે. અહીં ભારતનું સૌથી મોટું પાણીની નીચે આવેલું માછલી ઘર છે.
કટરાથી પટનીટોપ જવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ જગ્યા સમુદ્રતળથી 6640 કિલોમીટર ઊંચે આવેલી છે. અહીંના નજારા અદ્ભુત હોય છે. આ જગ્યા પર તમે પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ અને ગોલ્ફિંગ કરી શકો છો.
આ જગ્યાને મિની ગુલમર્ગ કહેવાય છે. કટરાથી 3 કલાક દુર આ જગ્યા આવેલી છે. તળાવ, પર્વત અને જંગલ વચ્ચે આવેલી આ જગ્યાએ ઉનાળામાં ફરવાની મજા જ કંઈ ઔર છે. અહીં અલગ અલગ એક્ટિવિટી પણ કરી શકાય છે.