Actresses Affair with Underworld Dons: બોલીવુડ અને અંડરવલ્ડ કનેક્શનની વાતો ઘણી વખત સામે આવી છે. એક સમય હતો જ્યારે ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર અન્ડરવર્લ્ડ માફિયા રાજ કરતા હતા. આ સમય દરમિયાન બોલીવુડની ટોપની અભિનેત્રીઓના ડોન સાથેના લવ અફેર પણ ચર્ચામાં હતા. આજે તમને 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ જે કોઈ હીરોના નહીં પરંતુ રીયલ લાઈફ ડોનના પ્રેમમાં પડી હતી.
90 ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ મમતા કુલકર્ણી ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામીના પ્રેમમાં પડી હતી. જેના કારણે તેનું સારું ચાલતું કરિયર પણ બરબાદ થઈ ગયું. મમતા કુલકર્ણીએ ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામી સાથે લગ્ન પણ કર્યા અને બંને દેશ છોડીને જતા રહ્યા હતા. મમતા કુલકર્ણીનું નામ તેના પતિ સાથે ડ્રગની તસ્કરીમાં પણ આવી ચૂક્યું છે.
મોનિકા બેદીનું નામ ફિલ્મો કરતાં વધારે તેના અફેરના કારણે ચર્ચામાં રહ્યું. મોનિકા બેદી ડોન અબુ સાલેમની પ્રેમિકા હતી. મોનિકા બેદીને તેના બોયફ્રેન્ડ અબુ સાલેમના કારણે જેલમાં પણ રહેવું પડ્યું હતું.
હાજી મસ્તાન અન્ડરવર્લ્ડ જગતનું મોટું નામ હતું. હાજી મસ્તાન અને અભિનેત્રી સોનાના સંબંધો ખૂબ જ ચર્ચામાં હતા.. હાજી મસ્તાને સોના સાથે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી પર ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મ પણ બની છે.
રામ તેરી ગંગા મેલી ફિલ્મથી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ અભિનેત્રી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને ડેટ કરી ચૂકી છે તેવી ખબરો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. તે સમયે ખબરો એવી પણ સામે આવી હતી કે મંદાકિનીને ફિલ્મમાં કાસ્ટ કરવા માટે દાઉદ ઈબ્રાહીમ ડાયરેક્ટર્સને ફોર્સ કરતો હતો.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનું નામ અનિતા અયૂબ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. રિપોર્ટ્સ અનુસાર ડાયરેક્ટર જાવેદ સિદ્દીકીના મર્ડરમાં પણ દાઉદ ઈબ્રાહીમનો હાથ હતો. કારણકે તેણે અનિતાને ફિલ્મમાં કાસ્ટ કરવાની ના કહી દીધી હતી.