Gujarat weather Update: આજથી પર્વતીય રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાશે. હવામાન વિભાગે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 9-12 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની ચેતવણી જાહેર કરી છે. પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં 10-12 ફેબ્રુઆરી સુધી વરસાદનું એલર્ટ છે. ગુજરાત પર મુસીબતોનો માર પડી રહ્યો છે. એક પછી એક વાતાવરણના પલટા લોકોને ડરાવી રહ્યાં છે. પરંતું ગુજરાત પર હજી મોટું સંકટ આવી રહ્યું છે. ઠંડા પવનો પણ ફૂંકાશે અને આગામી સમયમાં કમોસમી વરસાદ પણ આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આ દરમિયાન આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી હતી, જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઠંડીનો દિવસ રહ્યો હતો. તે જ સમયે, તમામ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે 9થી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થશે. આ સિવાય સિક્કિમ, પૂર્વોત્તર આસામ, અરુણાચલ પ્રદેશમાં 8 થી 12 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ થવાની છે.
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે. આ સિવાય મધ્ય, પૂર્વ ભારતમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ તે પછી ચાર દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. તે જ સમયે, મધ્ય ભારતમાં પણ ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો શક્ય છે. તમામ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશામાં 10મી ફેબ્રુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ મધ્યપ્રદેશમાં 8 ફેબ્રુઆરી સુધી ઠંડા દિવસની સ્થિતિ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે આ માહિતી આપી હતી. આ વર્ષનો શિયાળો તદ્દન અસામાન્ય રહ્યો છે. રાત સામાન્ય કરતાં ઠંડી હોય છે અને દિવસો અણધારી રીતે ગરમ હોય છે. શિયાળામાં પણ વરસાદનો અભાવ જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીરમાં જાન્યુઆરીમાં ભારે વરસાદની ઉણપ જોવા મળી છે, જેમાં 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી 87 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 10 અને 11 ફેબ્રુઆરીએ હવામાન થોડું સક્રિય થઈ શકે છે, જેના કારણે કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે.
અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
રાજ્યના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, જેના કારણે પવનની ગતિ વધી છે. ગુજરાતમાં 35થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાને કારણે લોકોને આંશિક ગરમીનો અનુભવ થઈ શકે છે.
IMD એ 8 ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે, જે ઉત્તર-પશ્ચિમ હિમાલયને અસર કરશે. હિમાલયના વિસ્તારોમાં 9 ફેબ્રુઆરીથી 12-13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે. અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.