Drinks For Summer: ઉનાળામાં શરીરમાં ઘણી બધી સમસ્યાઓ વધી જતી હોય છે. સૌથી વધારે તો ઉનાળામાં પાણી પૂરતા પ્રમાણમાં પીવાય તે વાતનું ધ્યાન રાખવું પડે છે. પાણી પૂરતા પ્રમાણમાં ન પીવાય તો ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ તકલીફથી બચવું હોય તો ઉનાળામાં ડાયટમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
ગરમીના વાતાવરણમાં છાશ પીવાથી શરીરને લુ લાગતી નથી. ભોજનની સાથે નિયમિત છાશ પીવી જોઈએ. એના કારણે ગરમીના કારણે થતી સમસ્યાઓ દૂર થાય છે.
ઉનાળામાં કાકડી અને ફુદીનાનું જ્યુસ પણ શરીર માટે ફાયદાકારક છે. આ ડ્રિન્ક પીવાથી શરીર ઠંડુ રહે છે. તમે ઘરે કાકડી અને ફુદીનાનું જ્યુસ સરળતાથી બનાવી શકો છો.
જો શરીરમાં પાણીની ખામી હોય તો તેને દૂર કરવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ. નાળિયેર પીવા શરીર નેચરલી હાઇડ્રેટ રહે છે. તેનાથી પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે અને શરીર ડિટોક્ષ થાય છે.
બીલીપત્રના ફળનું જ્યુસ પીવું પણ ઉનાળામાં ફાયદાકારક રહે છે. રોજ એક ગ્લાસ બીલીનું શરબત પીવાથી ગરમીના દિવસોમાં શરીરને જરૂરી એનર્જી મળે છે અને કબજિયાત પણ મટે છે.
સતુ પણ શરીરની પાણીની પૂરી કરે છે. તેમાં આયરન, મેગ્નેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. જરૂરી ઊર્જા આપે છે અને ફીટ પણ રાખે છે.