Fruits For Skin: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા સુંદર અને બેદાગ હોય. ઉંમર ભલે વધે પણ ત્વચા પર તેની અસર ન દેખાય. તેના માટે લોકો અલગ અલગ નુસખા ટ્રાય કરે છે. ખાસ તો ઉનાળામાં લોકો સ્કીન પર વિશેષ ધ્યાન આપે છે. જો તમે પણ ઉનાળામાં ત્વચા પર નિખાર લાવવા માંગો છો તો કેટલાક સીઝનલ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય છે. આ ફ્રુટ ગરમીમાં અચાનક સુંદર રાખવાનું કામ કરી શકે છે.
ચહેરા પર તરબૂચ લગાડવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે. તેનાથી ડેડ સ્કિન બહાર નીકળી જાય છે. ઉનાળામાં તરબૂચનો ફેસપેક ત્વચાને સુંદર બનાવે છે. તેના માટે તરબૂચની પેસ્ટ કરીને ચહેરા પર થોડી મિનિટ માટે લગાડવી જોઈએ.
ગરમીમાં ત્વચાને સુરક્ષિત રાખવી હોય તો દ્રાક્ષ પણ લગાડી શકાય છે. દ્રાક્ષને સારી રીતે મેશ કરીને તેમાં ગુલાબજળ અથવા તો મધ ઉમેરી ચહેરા પર લગાવો. 20 મિનિટ તેને રાખો અને પછી નોર્મલ પાણીથી તેને સાફ કરો.
એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર સ્ટ્રોબેરી ત્વચાને અંદરથી સાફ કરે છે અને ગ્લો વધારે છે. સાથે જ તે કરચલીને પણ દૂર કરે છે. સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડી શકાય છે.
ત્વચાની સુંદરતા વધારવા માટે ચીકુનો ઉપયોગ પણ કરી શકાય છે. ચીકુ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનાથી પીમ્પલ્સ અને ફાઇનલાઇન્સ દૂર થાય છે. જો તમે ઈચ્છો છો કે ગરમીમાં ત્વચા બેદાગ બને તો ચીકુનું ફેસપેક લગાડવું.
અનાનસ પણ ગરમીમાં સ્કીન માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને બેદાગ બનાવે છે અને ગ્લો વધારે છે