PHOTOS

ખૂબ જ કામના છે Gmail ના આ 5 હીડન ફીચર્સ, દરેક યૂઝર્સને હોવી જોઇએ જાણકારી

Hidden Features of Gmail: આજના સમયમાં મોટાભાગના લોકો જીમેલનો ઉપયોગ કરે છે. ઇમેલની મદદથી તમે કોઇ વ્યક્તિ સુધી પોતાની વાત પહોંચાડી શકો છો. તેને વાતચીતની પ્રોફેશન રીત ગણવામાં આવે છે. જીમેલ પર કેટલાક શાનદાર ફીચર્સ મળે છે જે તમારા અનુભવને વધુ સારો બનાવી શકે છે. આ ફીચર્સની મદદથી યૂઝર્સને ઇમેલ લખવામાં સરળતા રહેશે. આવો તમને જીમેલ પર મળનાર એવા પાંચ ફીચર્સ વિશે જણાવીએ જે તમને ખૂબ ઉપયોગી થઇ શકે છે. 

Advertisement
1/5
લેબલ (Labels)
લેબલ (Labels)

કલ્પના કરો કે તમારી પાસે ફાઇલિંગ કેબિનેટ છે જે પોતાને જાતે મેનેજ કરી લે છે. Gmail ના લેબલ્સ બરાબર એ જ કામ કરે છે. હવે તમારે તમારા ઇનબોક્સમાં સ્ક્રોલ કરવાની જરૂર નથી. તમે ચોક્કસ પ્રોજેક્ટ્સ, ક્લાયન્ટ્સ અથવા કેટેગરીઝ માટે કસ્ટમ લેબલ્સ બનાવી શકો છો. તમે એક ક્લિકથી બિનજરૂરી ઈમેલ ડિલીટ કરી શકો છો અને જે ખરેખર મહત્વપૂર્ણ છે તેના પર જ ફોકસ કરી શકો છો.

2/5
સ્નૂઝ ફોર લેટર (Snooze for Later)
સ્નૂઝ ફોર લેટર (Snooze for Later)

ક્યારેક આપણા બધાની સાથે એવું બને છે કે જ્યારે આપણે કોઈ બીજા કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે એક મહત્વપૂર્ણ ઈમેલ આવે. એવામાં આપણે તે ઈમેલ જોવાનું ભૂલી જઈએ છીએ. આ પરિસ્થિતિમાં સ્નૂઝ ફોર લેટર ફીચર તમને મદદ કરી શકે છે. તમે સ્નૂઝ બટન દબાવતાની સાથે જ તે ઈમેલ તમારા ઇનબોક્સમાંથી જાદુઈ રીતે અદૃશ્ય થઈ જશે અને તમારી પસંદગીના સમયે પછીથી ફરી દેખાશે. સ્નૂઝ ફોર લેટર સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે કોઈ મહત્વપૂર્ણ ઈમેલ ભોલથી છૂટી ન જાય. 

Banner Image
3/5
સ્માર્ટ કંપોઝ (Smart Compose)
સ્માર્ટ કંપોઝ (Smart Compose)

આ એક ખૂબ જ ઉપયોગી સુવિધા છે. આ ફીચર યુઝરને સારા ઈમેલ લખવામાં મદદ કરે છે. જેમ જેમ યૂઝર્સ ઈમેલ લખવાનું શરૂ કરે છે, સ્માર્ટ કમ્પોઝ ફીચર વાક્ય પૂર્ણ કરવાનું સૂચન કરે છે. આ એક અદ્ભુત સુવિધા છે અને તમારો સમય પણ બચાવે છે. આ સુવિધા આપમેળે શબ્દો સૂચવે છે જેથી કરીને તમે ઝડપથી અને સારી રીતે ઇમેઇલ્સ લખી શકો.

4/5
અંડૂ સેંડ (Undo Send)
અંડૂ સેંડ (Undo Send)

ક્યારેક આપણા બધા સાથે એવું બને છે કે આપણે ઉતાવળમાં ઈમેલ મોકલીએ છીએ અને પછી ખબર પડે છે કે તેમાં કોઈ ભૂલ હતી અથવા આપણે એટેચમેન્ટ ઉમેરવાનું ભૂલી ગયા છીએ. આવી પરિસ્થિતિઓમાં આ સુવિધા તમને મદદ કરે છે. અંડૂ સેન્ડ ફીચરની મદદથી તમે ઈમેલને મોકલ્યાની થોડીક સેકન્ડમાં જ પાછો લઈ શકો છો અને તમારી ભૂલ સુધારીને તેને ફરીથી મોકલી શકો છો.

5/5
કોન્ફિડેંશનલ મોડ (Confidential Mode)
કોન્ફિડેંશનલ મોડ (Confidential Mode)

જો તમે ઈમેલ દ્વારા સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યાં હોવ, તો કોન્ફિડેંશનલ મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમારો સંદેશ ચોક્કસ સમયગાળા પછી આપમેળે કાઢી નાખવામાં આવે છે. આ તમારી માહિતીને વધારાની સુરક્ષા પૂરી પાડે છે. આ સુવિધાને ચાલુ કર્યા પછી, યૂઝર્સ તમારા ઇમેઇલની સામગ્રીને કૉપિ, પ્રિન્ટ, ફોરવર્ડ અથવા ડાઉનલોડ કરી શકશે નહીં.  





Read More