PHOTOS

સાઉથની આ 5 ટોપ અભિનેત્રી, જે વસૂલે છે ભારે ભરખમ ફ્રી; બોલીવુડની સુંદરીઓને આપે છે માત

hest Paid South Actresses: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેમની જબરદસ્ત એક્ટિંગ અને શાનદાર ફિલ્મો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છ...

Advertisement
1/5
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના

આ લિસ્ટમાં પહેલું નામ રશ્મિકા મંદાનાનું આવે છે. જેણે બહુ ઓછા સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક દમદાર ઓળખ બનાવી છે. તેણે અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરીને પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે 'પુષ્પા', 'એનિમલ' અને 'છાવા' જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશ્મિકાએ 'પુષ્પા 2' માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જ્યારે તેણે 'છાવા' અને 'સિકંદર' જેવી ફિલ્મો માટે 4-4 કરોડ રૂપિયા લીધા હતા. હવે તેની ગણતરી સાઉથ અને બોલિવૂડની ટોપની અભિનેત્રીઓમાં થાય છે.

2/5
સમંથા રૂથ પ્રભુ
સમંથા રૂથ પ્રભુ

બીજા નંબર પર સામંથા રૂથ પ્રભુનું નામ આવે છે. તે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અને શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તે દરેક રોલને અલગ અંદાજમાં નિભાવે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે દરેક ફિલ્મ માટે લગભગ 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એમેઝોન પ્રાઇમની સીરિઝ 'સિટાડેલ: હની બન્ની'માં તેણે ખાસ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને 8 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી. લોકો તેમના કામને ખૂબ પસંદ કરે છે. તેની સારી ફેન ફોલોઈંગ છે.

Banner Image
3/5
નયનતારા
નયનતારા

ત્રીજા નંબર પર નયનતારાનું નામ આવે છે, જેણે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફેન્સ તેને સાઉથની 'લેડી સુપરસ્ટાર' કહે છે. તેણે દમદાર ફિલ્મોથી પોતાની અલગ ઓળખ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા ફી લીધી હતી. આ સિવાય તેણે તેની વેડિંગ ડોક્યુમેન્ટ્રીના રાઈટ્સ નેટફ્લિક્સને 25 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. તેની લોકપ્રિયતા માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વધી રહી છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે.

4/5
તૃષા કૃષ્ણન
તૃષા કૃષ્ણન

તૃષા કૃષ્ણનનું નામ ચોથા નંબર પર આવે છે. તે છેલ્લા 20 વર્ષથી સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે અને સતત દર્શકોનો પ્રેમ મેળવી રહી છે. 'પોન્નિયિન સેલવન' જેવી મોટી ફિલ્મોમાં તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે તે દરેક ફિલ્મ માટે લગભગ 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તેની આગામી ફિલ્મ 'વિશ્વમ્ભરા' માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આટલા વર્ષો પછી પણ તેમની લોકપ્રિયતા અને ફી સતત વધી રહી છે. આ ઉપરાંત તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે.

5/5
સાઈ પલ્લવી
સાઈ પલ્લવી

છેલ્લે સાઈ પલ્લવીનું નામ આવે છે, જેને તેની સાદગી અને નેચરલ એક્ટિંગ માટે પસંદ કરવામાં આવે છે. તેણે ફિલ્મ 'થંડેલ' માટે 5 કરોડ રૂપિયા ફી લીધી હતી. હવે તે નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'માં સીતા માતાના રોલમાં જોવા મળવાની છે, જેને લઈને તેના ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઈ પલ્લવી આ માટે 18થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. જો આમ થશે તો તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ થશે.





Read More