PHOTOS

શું માર્ચ 2026 સુધી બંધ થઈ જશે ₹500 ની નોટ? સરકારે ખુદ સામે આવી આપી મોટી જાણકારી

Rs 500 Note Latest Update: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવા સમાચાર વાયરલ થાય છે, જે લોકોને ચોંકાવી દે છે અને સાથે જ ડર પણ લગાવે છે. સોશિયલ મીડિયા પર ફરી એક એવો સમાચાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. હવે જ્યારે આટલા મોટા સમાચાર વાયરલ થયા, ત્યારે સરકારે પોતે જ આગળ આવીને સત્ય કહેવું પડ્યું.

Advertisement
1/5
શું છે મામલો?
 શું છે મામલો?

હકીકતમાં કેપિટલ ટીવી (capitaltvind) નામની એક યુટ્યુબ ચેનલે સૂત્રોના હવાલાથી આ સમાચાર ચલાવ્યા કે આગામી વર્ષે માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ જશે અને સરકારે 500 રૂપિયાની નવી નોટ છાપવાની બંધ કરી દીધી છે. તેનાથી દેશમાં ફરી નોટબંધી જેવી સ્થિતિ થઈ શકે છે.

2/5

સરકારી એજન્સી PIB Fact Check એ સોશિયલ મીડિયાના દાવાની ફેક્ટ ચેક કરતા તેને સંપૂર્ણ પણે નિરાધાર અને ખોટા સમાચાર ગણાવ્યા છે. પીઆઈબીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક તરફથી આવી જાહેરાત કરવામાં આવી નથી અને 500 રૂપિયાની નોટ ચલણમાં રહેશે.

Banner Image
3/5
નકલી નોટોમાં થયો વધારો
 નકલી નોટોમાં થયો વધારો

મહત્વનું છે કે તાજેતરમાં રિઝર્વ બેંકએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. RBI એ જણાવ્યું કે FY25 માં 500 રૂપિયાની નકલી નોટની સંખ્યામાં 37.3 ટકાનો વધારો થયો છે.

4/5
કેટલી નકલી નોટ પકડાઈ
 કેટલી નકલી નોટ પકડાઈ

FY25 માં 1.18 લાખ નકલી નોટ પકડાઈ, જેની કિંમત લગભગ 5.88 કરોડ હતી.  FY24 માં આ સંખ્યા 85711 હતી, જેની કિંમત 4.28 કરોડ રૂપિયા હતી.  

5/5
અફવાઓથી બચો
 અફવાઓથી બચો

PIB એ લોકોને સલાહ આપી કે આવી ખોટી સૂચનાઓ પર વિશ્વાસ ન કરો. કોઈપણ સમાચાર પર વિસ્વાસ કરતા કે તેને શેર કરતા પહેલા હંમેશા સત્તાવાર સ્ત્રોતથી પુષ્ટિ કરો.  





Read More