PHOTOS

Ram Mandir: આ છે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા અનોખા રામ મંદિર, દરેકનું છે વિશેષ મહત્વ

Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમયે દરેકની નજર ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા પર છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અન્ય જગ્યાઓએ પણ રામ મંદિરો આવેલા છે? આ રામ મંદિરો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ દરેક મંદિરનો પોતાનો આગવો ઇતિહાસ અને મહત્વ છે. તો ચાલો આજે તમને જણાવીએ ભારતમાં આવેલા ખાસ રામ મંદિરો વિશે. 

Advertisement
1/6
રામપ્પા મંદિર, તેલંગાણા
રામપ્પા મંદિર, તેલંગાણા

મુખ્યત્વે શિવ મંદિર હોવા છતાં તેલંગાણાના પાલમપેટમાં આવેલું રામપ્પા મંદિર ભગવાન રામને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને કાકતીય વંશ સાથેનું કનેકશન તેને ઇતિહાસ પ્રેમીઓ અને રામ ભક્તો માટે ખાસ સ્થળ બનાવે છે.

2/6
રામનગર કિલા મંદિર, વારાણસી
રામનગર કિલા મંદિર, વારાણસી

વારાણસી ભારતની આધ્યાત્મિક નગરી છે. અહીં રામનગર કિલા મંદિર આવેલું છે. 18મી સદીમાં બનારસના મહારાજા દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું છે.  

Banner Image
3/6
રઘુનાથ મંદિર, જમ્મુ કાશ્મીર
રઘુનાથ મંદિર, જમ્મુ કાશ્મીર

જમ્મુમાં એક ટેકરી પર આવેલું રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત પ્રાચીન મંદિર છે. જમ્મુ ફરવા આવતા લોકો આ મંદિરની મુલાકાતે પણ અચૂક આવે છે. અહીં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. 

4/6
રામ મંદિર, ઓરછા, મધ્યપ્રદેશ
રામ મંદિર, ઓરછા, મધ્યપ્રદેશ

ઐતિહાસિક શહેર ઓરછામાં સ્થિત રામ મંદિર ભવ્ય સ્થાપત્ય કલા અને કોતરણીનું ઉદાહરણ છે. બુંદેલા રાજપૂતોના શાસનકાળ દરમિયાન 16મી સદીમાં આ  મંદિર બંધાયેલું છે.

5/6
રામતીર્થમ્, આંધ્ર પ્રદેશ
રામતીર્થમ્, આંધ્ર પ્રદેશ

વિજયનગરમ નજીક સ્થિત રામતીર્થમ્ ભગવાન રામનું પ્રાચીન મંદિર છે. મંદિર 17મી સદી દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.  

6/6
રામજી મંદિર, કાનપુર
રામજી મંદિર, કાનપુર

કાનપુરના મધ્યમાં આવેલ રામજી મંદિર એક પૌરાણિક મંદિર છે, જે શહેરના ઔદ્યોગિકીકરણની પૂર્વેનું છે. ભક્તો આ મંદિરમાં પ્રભુના આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં આવે છે.





Read More