PHOTOS

Islands Of India: માલદીવને ટક્કર મારે તેવા એક-બે નહીં 7 આઈલેન્ડ છે ભારતમાં, એકવાર ફરવા જશો તો વારંવાર જવાનું થાશે મન

Islands Of India: લક્ષદ્વીપની સાથે હાલ ભારતના સુંદર આઇલેન્ડ ચર્ચામાં આવી ગયા છે. છેલ્લા ઘણા સમયથી લોકોમાં માલદીવ ફરવા જવાનો ક્રેઝ વધ્યો હતો. પરંતુ માલદીવની સુંદરતાને પણ ટક્કર મારે તેવા સુંદર આઇલેન્ડ ભારતમાં પણ આવેલા છે. ભારતમાં અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ સિવાય પણ કેટલાક આઇલેન્ડ છે જે અત્યંત સુંદર છે. પરંતુ મોટાભાગના લોકો આ આઇલેન્ડ વિશે જાણતા નથી. આજે તમને ભારતમાં જ આવેલી આવી સુંદર સાત જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે તમારી નેક્સ્ટ ટુર પ્લાન કરી શકો છો. 

Advertisement
1/7
બારેન આઈલેન્ડ 
બારેન આઈલેન્ડ 

આંદામાન તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યા છે. પરંતુ તેના બારૈન આઈલેન્ડ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 

2/7
સાઓ જૈસિંટો
સાઓ જૈસિંટો

ગોવા સુંદર બીચ ડેસ્ટિનેશન છે. સાઉથ ગોવામાં સાઓ જૈસિંટા નામનું એક આઈલેન્ડ છે. જે 22 કિલોમીટર સુધી ફેલાયેલું છે.

Banner Image
3/7
કાવ્વાયી
કાવ્વાયી

કેરળનું કાવ્વાયી આઈલેન્ડ પણ ખૂબ જ સુંદર જગ્યા છે. એકવાર તો આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ.

4/7
માજુલી
માજુલી

આસામમાં આવેલું માજુલી આઈલેન્ડ દુનિયાનું સૌથી મોટું રિવર આઈલેન્ડ છે. ચોમાસામાં તે પાણીમાં ડુબેલું રહે છે. 

5/7
ઉમાનંદા
ઉમાનંદા

આસામમાં જ ઉમાનંદા આઈલેન્ડ પણ આવેલું છે. અહીં એક મંદિર છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. 

6/7
સેંટ મેરી આઈલેન્ડ
સેંટ મેરી આઈલેન્ડ

કર્ણાટકનું સેંટ મેરી આઈલેન્ડ ચાર સુંદર દ્વીપનો એક સમુહ છે. જો તમે ઓફબીટ ડેસ્ટિનેશન પર ફરવા માંગો છો તો આ જગ્યા બેસ્ટ છે. 

7/7
હોપ આઈલેન્ડ
હોપ આઈલેન્ડ

આંધ્ર પ્રદેશનું હોપ આઈલેન્ડ તેની સુંદરતાથી તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં કાકીનંદા ફોર્ટથી બોટમાં જવું પડે છે. 





Read More