નવી દિલ્લીઃ દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ગણતંત્ર દિવસ નિમિત્તે રાજપથ પરની પરેડમાં ભારતની વીરતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. ભારતની ત્રણેય સેનાઓ, સુરક્ષા દળો અને આધુનિક શસ્ત્રોના પ્રદર્શને દેશને ગૌરવ અપાવ્યું હતું. રાજ્યોની ઝાંખીમાં ભારતનો સમાવેશ થાય છે ગૌરવપૂર્ણ વિવિધતા જોવા મળી હતી.પ્રજાસત્તાક પર્વને આઝાદીના અમૃત પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
એરફોર્સ દ્વારા અદભુત ફ્લાય પાસ્ટ કરવામાં આવી અને તેની ઝાંખી પણ ટેબ્લો સ્વરૂપે પ્રદર્શિત કરાઈ.
ભારતની ત્રણેય સેના, સુરક્ષાબળોની ટુકડીઓ અને આધુનિક હથિયારોના પ્રદર્શનની સાથો-સાથ દેશનું ગૌરવ વધાર્યું.
રાજપથ પર વાયુ સેનાની ઝાંખી જોવા મળી.
સેન્ચ્યુરિયન ટેન્ક, PT-76, MBT અર્જુન MK-I ટેંકએ દિલ્હીમાં રાજપથ ખાતે શૌર્યની ઝલક દર્શાવી.
રાજપથ પર શક્તિશાળી ટેંકોની ઝાંખી
ઉત્તર પ્રદેશની ઝાંખીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની ઝલક જોવા મળી.
રાજપથ પર અરુણાચલ પ્રદેશની ઝાંખી
નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને પ્રધાનમંત્રીએ કર્યું નમન.
ગણતંત્ર દિવસ પર દેખાઈ ભારતીય નૌ સેનાની ઝલક
PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર જઈને શહીદ અમર જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં.
(Photo- ANI)
પ્રખ્યાત રેતી (સેન્ડ) કલાકાર સુદર્શન પટનાયકે 73માં ગણતંત્ર દિવસ પર આ તસવીર શેર કરી છે. આ સેન્ડઆર્ટ પુરી બીચ પર તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી છે.