Zee News Opinion Poll on independence day: આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ZEE NEWS તમારા માટે સૌથી રોચક ઓપિનિયન પોલ લઈને આવ્યું છે. આ પોલમાં રાજનીતિ, અર્થવ્યવસ્થા, રમ અને મનોરંજન સાથે જોડાયેલા સવાલો પર લોકોના મત જાણવામાં આવ્યા છે, જેમાં આઝાદીથી અત્યાર સુધી દરેક મોટા મુદ્દા પર જનતાનો મત લેવામાં આવ્યો છે. આઝાદ ભારતના દરેક મોટા ચહેરા, દરેક મોટી ઘટના પર લોકોનો મત લેવામાં આવ્યો છે, આ તમને ઓપિનિયન પોલ દ્વારા જાણવા મળશે. ક્યો મુદ્દો સૌથી વધુ અસર કરે છે, લોકોની નજરમાં રમત અને મનોરંજન જગતની સૌથી મોટી હસ્તી કોણ છે. આ તમામ સવાલોના જવાબ ઓપિનિયન પોલ દ્વારા મળ્યા છે.