Bollywood Stars OTT Debut: વર્ષ 2024 બોલીવુડ માટે ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષમાં ઘણી નવી ફિલ્મોની સિક્વલ અને નવી શાનદાર વેબ સિરીઝ રિલીઝ થશે. આ વર્ષે બોલીવુડના ઘણા મોટા કલાકારો વેબ શોના માધ્યમથી ઓટીટી ડેબ્યૂ કરશે. આ કલાકારોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, સારા અલી ખાન, અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.
બોલીવુડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર થી ડેબ્યુ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ઇન્ડિયન પોલીસ ફોર્સ સીરીઝ સાથે ડેબ્યુ કરશે.
શુદ્ધ દેશી રોમાન્સ, બેફિકરે અને વોર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી વાણી કપૂર યશરાજ ફિલ્મની ઓટીટી વેન્ચર મંડલા મર્ડર્સ સાથે પોતાનું ઓટીટી ડેબ્યુ કરશે.
વરૂણ ધવન પણ સિટાડેલ સાથે ઓટીટી પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. રાજ અને ડીકેની સિટાડેલ ઇન્ડિયામાં સમાંતા રુથ પ્રભુ અને સિકંદર ખેર જેવા કલાકાર પણ જોવા મળશે.
અનન્યા પાંડે વર્ષ 2024માં વેબ શો કોલ મી બે થી પોતાનું ઓટીટી ડેબ્યુ કરશે. આ શોમાં તે એક અરબપતિની ભૂમિકામાં જોવા મળશે જેને તેના પરિવાર પોતાનાથી અલગ કરી દીધી હોય છે.
લાંબા સમયના બ્રેક પછી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ વેબ સિરીઝ તિવારીમાં જોવા મળશે. આ તેનું ડિજિટલ ડેબ્યુ હશે
રોહિત શેટ્ટીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં માત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા જ નહીં પરંતુ શિલ્પા શેટ્ટી પણ જોવા મળશે. વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં શિલ્પા શેટ્ટી એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
સારા અલી ખાન કરન જોહર દ્વારા નિર્મિત વેબ સિરીઝ એ વતન મેરે વતન થી પોતાનું ઓટીટી ડેબ્યુ કરશે. આ શોમાં તે એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળશે.
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ દ્વારા રુચા ચઢ્ઢા પોતાનું ઓટીટી ડેબ્યુ કરશે. હીરા મંડી 8 એપિસોડનો વેબ શો હશે જે નેટફ્લિક્સ પર જોવા મળશે.