PHOTOS

New Release: એન્ટરટેનમેન્ટનો મળશે ફૂલ ડોઝ, OTT પર રિલીઝ થઇ આ 8 ફિલ્મો અને વેબ સીરીઝ

New Movies and Web Series: એક-બે નહીં પરંતુ 8 ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ છે. નવી રિલીઝ થઈ રહેલી વેબ સિરીઝમાં એસ્પિરન્ટ્સની નવી સીઝન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નો સમાવેશ થાય છે. આવો, ચાલો જાણીએ કે આ કઈ ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઇ છે. 

Advertisement
1/8

કાલા પાની: મોના સિંહની આ સીરીઝની કહાની આંદામાન અને નિકોબારમાં ફેલાયેલી બીમારીની આસપાસ ફરે છે. આ સીરીઝમાં રોગ અને તેની સારવારના રહસ્યને ઉઘાડી પાડવાનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. તમે Netflix પર આ સીરીઝ જોઈ શકો છો.

2/8

પેઈન હસલર: આ ફિલ્મની વાર્તા એક સિંગલ મહિલાની છે, જે આકસ્મિક રીતે કૌભાંડનો શિકાર બની જાય છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે  OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થઈ છે.

Banner Image
3/8

અપલોડ: સાઇ-ફાઇ સીરીઝ અપલોડની ત્રીજી સીઝન 20 ઓક્ટોબરથી Amazon Prime Video પર સ્ટ્રીમ થઈ છે. આ સીરીઝની કહાની બતાવે છે કે કેવી રીતે મનુષ્યને મૃત્યુ પછી એક અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરીને મોકલવામાં આવે છે.

4/8

પરમેનન્ટ રૂમમેટ્સ: પરમેનન્ટ રૂમમેટ્સની ત્રીજી સીઝન આવી ગઈ છે. સીરીઝમાં, મિકેશ અને તાન્યા ફરી એકવાર તેમની મસ્તીથી ભરપૂર લવ સ્ટોરીથી ચાહકોના દિલ જીતતા જોવા મળે છે.

5/8

એસ્પિરેંટ્સ: Aspirants સીરીઝની બીજી સીઝન 25 ઓક્ટોબરે Amazon Prime પર રિલીઝ થઇ ગઇ છે. ફરી એકવાર ટ્રાયપોડની કહાની જોવા મળશે. ઉપરાંત, અભિલાષ અને સંદીપ ભૈયા વચ્ચેના વિચારોના ભેદ પણ આ સિઝનમાં સામે આવશે.

6/8

Vjeran Tomic: The Spider Man: આ ફિલ્મ 20 ઓક્ટોબરથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થઈ ગઇ છે. આ ફિલ્મમાં પેરિસ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ રોબરીની ચોંકાવનારી કહાની જોવા મળે છે.

7/8

Mansion 24: સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી આ સિરીઝમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળશે. મેન્શન 24 સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

8/8

બોડીઝઃ આ ફિલ્મની કહાનીમાં લંડનના રસ્તા પર થયેલી એક ચોંકાવનારી હત્યાની કહાની દર્શાવવામાં આવી છે. તે Netflix પર જોઈ શકાય છે.





Read More