PHOTOS

પૈસા તૈયાર રાખજો ! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 9 IPO, ગ્રે માર્કેટમાં પણ જોરદાર તેજી

જારમાં જોરદાર IPO આવી રહ્યા છે. આ અઠવાડિયે ઘણી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. તેમાં 4 મેઈનબોર્ડ આઈપીઓ અને 5 એસએમઈ આઈપીઓ છે....

Advertisement
1/11

Upcoming IPO: છેલ્લા થોડા સમયથી માર્કેટમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે માર્કેટમાં આઈપીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, જો કે ફરી એકવાર IPO માર્કેટમાં તેજી આ અઠવાડિયે આવી રહી છે, આ અઠવાડિયે માર્કેટમાં 9 આઈપીઓ ખુલી રહ્યા છે. ત્યારે રોકાણકારો પાસે સારી તક છે.   

2/11

Aegis Vopak Terminals IPO: આ કંપનીના IPOનું કદ 2800 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 11.91 કરોડ નવા શેર જાહેર કરશે. આ IPO 26 મે ના રોજ ખુલશે. રોકાણકારો પાસે IPO પર રોકાણ કરવા માટે 28 મે સુધીનો સમય હશે. એજિસ વોપાક ટર્મિનલ્સના IPOનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 223 રૂપિયાથી 235 રૂપિયા છે. આ IPO ની લોટ સાઈઝ 63 શેર છે.  

Banner Image
3/11

Leela Hotels IPO (Schloss Bangalore Ltd): આ IPO પણ 26 મેના રોજ ખુલશે. કંપનીનો IPO 28 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 413 થી રૂ. 435 નક્કી કરવામાં આવી છે. આ IPOની લોટ સાઈઝ 34 શેર છે. લીલા હોટેલ્સ આઈપીઓનું ઈશ્યુ કદ રૂ. 3500 કરોડ છે. કંપની IPO દ્વારા નવા શેર અને વેચાણ માટે ઓફર પણ જાહેર કરશે. કંપનીનો IPO ગ્રે માર્કેટમાં 20 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.  

4/11

Prostarm Info Systems IPO: આ IPO 27 મે ના રોજ ખુલશે. કંપનીનો IPO 29 મે સુધી ખુલ્લો રહેશે. પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સના IPOનો પ્રાઇસ બેન્ડ 95 રૂપિયાથી 105 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 142 શેરનો એક લોટ બનાવ્યો છે. IPOનું કદ 168 કરોડ રૂપિયા છે. તે જ સમયે, તે 1.60 કરોડ શેર જાહેર કરશે.  

5/11

Scoda Tubes IPO: આ IPOનું કદ 220 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 1.57 કરોડ નવા શેર જાહેર કરશે. આ IPO 28 મે ના રોજ ખુલશે. રોકાણકારો પાસે 30 મે સુધીનો સમય રહેશે કે તેઓ તેમના રોકાણ કરી શકે. ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 130 થી 140 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO ગ્રે માર્કેટમાં 16 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.  

6/11

Astonea Labs SME IPO: IPO દ્વારા 27.90 લાખ નવા શેર જારી કરશે. આ IPO 27 મે થી 29 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 128 રૂપિયાથી 135 રૂપિયા નક્કી કર્યો છે.  

7/11

બ્લુ વોટર લોજિસ્ટિક્સ SME IPO: આ IPO રોકાણકારો માટે 27 મે થી 29 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 132 થી 135 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યૂનું લોટ સાઈઝ 1000 શેર છે.  

8/11

નિકિતા પેપર્સનો SME IPO: આ IPO 27 મેના રોજ ખુલશે. રોકાણકારોને 29 મે સુધી પોતાનો દાવ લગાવવાની તક મળશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ 95 થી 104 રૂપિયા નક્કી કર્યો છે. આ ઇશ્યૂનો લોટ સાઈઝ 1200 શેર છે.  

9/11

Neptune Petrochemicals SME IPO: આ SME IPO 28 મે થી 30 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 115 થી રૂ. 122 નક્કી કર્યો છે. IPOનો લોટ સાઈઝ 1000 શેરનો છે.  

10/11

NR Vandana Textile SME IPO: રોકાણકારોને 28 મે થી 30 મે સુધી રોકાણ કરવાની તક મળશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 42 થી 45 રૂપિયા નક્કી કરી છે. તે જ સમયે, લોટ સાઈઝ 3000 શેરની બનાવવામાં આવી છે.  

11/11

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)  





Read More