35 વર્ષિય વિંગ કમાન્ડર અભિનંદન જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે પાકિસ્તાની વાયુસેનાના જેટ વિમાનો દ્વારા એમના મિગ 21 બાઇસન ફાઇટર જેટને નિશાન બનાવાયા બાદ તેઓ પાકિસ્તાની સેનાના હાથમાં આવ્યા હતા. જેમને આજે પાકિસ્તાન દ્વારા અટીરા વાઘા બોર્ડર પર ભારતને પરત સોંપાયા છે.
ઢોલ નગારા સાથે અહીં આવેલા મંજીત સિંહએ કહ્યું કે, વિવિધ અવસરે અહીં ઘણી હસ્તીઓ આવે છે પરંતુ આજે અટારી વાઘા બોર્ડરનો માહોલ અલગ છે. આજે અહીં સાચો હીરો આવી રહ્યો છે. અમને એમના પર ગર્વ છે. ઢોલ ભાંગડા સાથે એમનું સ્વાગત કરીશું...
વિંગ કમાન્ડર અભિનંદનની માદરે વતન વાપસી માટે હજારોની સંખ્યામાં દેશવાસીઓ અટારી વાઘા બોર્ડરે આવી પહોંચ્યા હતા. હિન્દુસ્તાન ઝિંદાબાજ, ભારત માતા કી જય, અભિનંદન જય હો સહિતના નારા ગૂંજ્યા હતા.
સીમા સુરક્ષા બળ (બીએસઅફ) હાઇ એલર્ટ પર છે. પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શુક્રવારે સવારે અતિરિક્ત કર્મીઓને તૈનાત કરવામાં આવી છે.
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 48 કલાક બાદ માદરે વતન વાપસી થતાં અટારી વાઘા બોર્ડરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત તરફથી પાકિસ્તાનનો દાવ નિષ્ફળ કરતાં આજની બીટિંગ ધ રિટ્રીટ પરેડ રદ કરવામાં આવી છે. બીએસએફના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી કે અટારી વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડરની વાપસીને ધ્યાને લેતાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.