Pm Modi Inaugurated Abu Dhabi Mandir: લાંબા સમય રાહ જોયા બાદ તે દિવસ આવી ગયો જ્યારે એક મુસ્લિમ દેશમાં BAPS ના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે પીએમ મોદીએ તે મંદિરમાં પહોંચીને તેનું ઉદ્ઘાટન કર્યું અને આરતી કરી હતી.
અબુધાબી મંદિર પરિસરમાં પ્રવેશ બાદ પીએમ મોદીએ બીએપીએસ સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજનિય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.
રામ મંદિર બાદ મુસ્લિમ દેશમાં ઐતિહાસિક હિન્દુ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
અબુધાબીનું આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે, જેમાં એક સાથે 10 હજાર લોકો બેસી પૂજા-પાઠ કરી શકશે. સાથે આ મંદિરની એક વિશેષ વાત છે કે મંદિરોમાં બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે. આ માટે મોટા-મોટા કન્ટેનરમાં ગંગા અને યમુનાનું જળ ભારતથી લઈ જવામાં આવ્યું છે. જે તરફ ગંગાનું જળ વહે છે ત્યાં પર એક ઘાટના આકારનું એમ્ફીથિએટર બનાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે UAEમાં બનેલું પહેલું હિન્દુ મંદિર હવે સામાન્ય લોકો અને પ્રવાસીઓ માટે ખુલ્લું છે. આજે પીએમ મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન, તેમણે સમગ્ર મંદિરની મુલાકાત લીધી અને મંદિરમાં કરવામાં આવેલી કોતરણી અને કારીગરી પર ધ્યાનથી જોઈ હતી. મંદિરની દિવાલો પર ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ ખૂબ જ સુંદર રીતે કોતરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બીએપીએસ મંદિરમાં સંતોની સાથે પૂજા અર્ચના કરી. મંદિરમાં પહોંચવા પર પીએમ મોદીનું સંતોએ સ્વાગત કર્યું હતું.
BAPS મંદિર એ UAE માં પ્રથમ હિંદુ મંદિર છે. કહેવામાં આવી રહ્યું છે કે અબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ ઉપરાંત અહીં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓની પૂજા કરવામાં આવશે.