AC Installation Rule: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરની દીવાલ કે બાલકનીમાં લાગેલું એસી કોઈનો જીવ લઈ શકે છે? દિલ્હીના કરોલ બાગમાં ગત વર્ષે એક આવી જ ઘટના ઘટી જેણે બધાને હચમચાવી નાખ્યા. એક ઈમારતના ઉપરના માળ પરથી પડેલું એર કન્ડીશનર રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ પર પડ્યું અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ અકસ્માત ફક્ત એક એસીના ઢીલા ફિટિંગના કારણે થયો પરંતુ તેનું પરિણામ ખુબ દર્દનાક રહ્યું. જાણો શું કહે છે નિયમ.
આ ઘટનાએ એ સ્પષ્ટ કરી દીધુ કે આપણે આપણા ઘરની બહારની ચીજોને ગંભીરતાથી લેતા નથી. પછી ભલે તે એસી હોય કે પછી બાલ્કનીમાં રાખેલું કૂંડુ. પરંતુ હવે સમય આવી ગયો છે જવાબદારીઓ સમજવાનો. કારણ કે આવી બેદરકારીઓની સજા પણ હોય છે- જેલ અને દંડ બંને.
જી હા. જો તમારી બેદરકારીથી કોઈ દુર્ઘટના ઘટે જેમ કે તમારું એસી પડે અને કોઈને ઈજા થાય કે જીવ જાય તો તમને ન્યાય પ્રણાલી હેઠળ દોષિત ઠેરવવામાં આવી શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 125(એ)/106 બીએનએસ હેઠળ આ એક એવો અપરાધ છે જેમાં ઈરાદો ભલે ન હોય પરંતુ પરિણામ ગંભીર હોય છે. તેમાં દોષત ઠરો તો 5 વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. એટલે કે એક નાનકડી બેદરકારી તમારી જિંદગી બદલી શકે છે.
આ કલમ હેઠળ કોઈ વ્યક્તિ કોઈ એવી ચીજની દેખરેખમાં બેદરકારી વર્તે જેનાથી કોઈનો જીવ જઈ શકે છે તો તે ગુનો મનાય છે. પછી ભલે તે ડોક્ટરની બેદરકારી હોય કે વાહન ચલાવતી વખતે ધ્યાન ન આપવું કે પછી ઘરની બાલ્કનીથી પડેલું એસી...બધુ આ કેટેગરીમાં આવે છે.
એસીને ક્યારેય કોઈ અસ્થાયી કે નબળા સપોર્ટ પર ન લગાવો. લોઢાની મજબૂત ફ્રેમનો ઉપયોગ કરો અને તેને સમયાંતરે ચેક કરાવતા રહો. લોકલ કે અનટ્રેન્ડ ટેક્નિશિયન પાસે ઈન્સ્ટોલેશન ન કરાવો. બ્રાન્ડ અપ્રુવ્ડ કે ટ્રેઈન્ડ પ્રોફેશનલ પાસે જ ઈન્સ્ટોલ કરાવો.
દીવાલ સાથે એસીને યોગ્ય રીતે જોડવામાં આવે જેથી કરીને તે હળવા ઝટકા કે વરસાદમાં હલી ન શકે. દર 6 મહિને કે વર્ષમાં એકવાર એસી અને તેની ફ્રેમની સ્થિતિ ચેક કરાવો.