Air Conditioner: ગરમીમાં ખાસકરીને ભારતમાં AC ઘરમાં ઉપયોગ થનાર સૌથી સામાન્ય ડિવાઇસમાંથી એક છે. ગત કેટલાક વર્ષોમાં નવી ટેક્નોલોજીના લીધે AC નું ચલણ વધ્યું છે અને લાઇટબિલ ઓછું આવે છે. ભલે AC ખૂબ સામાન્ય થઇ ગયું હોય પરંતુ તેના વિશે કેટલીક વાતો કદાચ તમે જાણતા નહી હોવ અને બની શકે કે તમે AC ને ખોટી રીતે ઉપયોગ કરતા હોવ.
ગરમ રૂમને ઝડપથી ઠંડુ કરવા માટે એસી (AC) લગાવવાની સાથે-સાથે ઓછી કે મધ્યમ ગતિએ પંખો ચલાવવાથી ફાયદો થાય છે. આમ કરવાથી ઠંડી હવા આખા રૂમમાં ફેલાઈ જાય છે અને રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. પરંતુ, જ્યારે AC ચાલી રહ્યું હોય ત્યારે ખૂબ જ ઊંચી ઝડપે પંખો ચલાવવો પ્રતિકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે તે રૂમને ધીમે ધીમે ઠંડક આપશે.
ભારતમાં AC ની કાર્યક્ષમતા માપવા માટે ISEER (ઇન્ડીયન સીઝનલ એનર્જી એફિશિએન્સી રેશિયો) નામના સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ જણાવે છે કે એસી એક વર્ષમાં કેટલી ઠંડી હવા આપે છે અને આટલી હવાને ઠંડક આપવા માટે તે કેટલી વીજળી ખર્ચે છે. આ માપ 24 થી 43 ડિગ્રી સેલ્સિયસના તાપમાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેથી ACનું રેટિંગ દર વર્ષે બદલાઈ શકે છે. મતલબ કે આ વર્ષે જે AC 5-સ્ટાર છે, તે કદાચ આવતા વર્ષે નહીં આવે.
ઘણા લોકો એવું વિચારે છે કે AC નું તાપમાન જેટલું ઓછું થશે તેટલી જલ્દી રૂમ ઠંડો પડી જશે. પરંતુ આ ખોટું છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) જણાવે છે કે માનવ શરીર માટે 24 ડિગ્રી સેલ્સિયસ શ્રેષ્ઠ તાપમાન છે. આ તાપમાનમાં AC ચલાવવામાં સૌથી ઓછી વીજળીનો વપરાશ થાય છે, જ્યારે તાપમાન ખૂબ ઓછું સેટ કરવામાં આવે તો ACને વધુ વીજળી ખર્ચવી પડે છે.
AC સારી રીતે વર્ક કરે તે માટે તેને ઠંડી જગ્યામાં રાખવું જોઇએ. ભલે AC નું કામ રૂમને ઠંડો રાખવાનું છે. તેથી સીધા સૂર્યપ્રકાશથી દૂર અથવા છાંયડાવાળી જગ્યાએ AC લગાવો. આના કારણે AC વધુ ગરમ નહીં થાય અને રૂમને ઝડપથી ઠંડો કરી શકશે. જો AC પહેલાથી જ ખૂબ ગરમ થઈ ગયું હોય, તો રૂમને ઠંડુ કરવામાં વધુ સમય લાગી શકે છે.
એસી હવા સારી આવે અને ઓછી વિજળી વપરાય તે માટે એસી ફિલ્ટર્સને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ફિલ્ટર ગંદા થઈ જાય છે, ઓછી હવા ફેંકે છે અને AC ને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી પાવર વપરાશ વધે છે. તેથી, નિષ્ણાતો કહે છે કે એસી ફિલ્ટરને દર બે અઠવાડિયે સાફ કરવું જોઈએ. આ હવાને સારી રીતે વહેવા દેશે અને રૂમ ઝડપથી ઠંડો થઈ જશે.