PHOTOS

Live In Relationship: પત્નીઓને એકઝાટકે છોડીને ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા આ હીરો!

Live In Relationship:  સામાન્ય હોય કે ખાસ આજકાલ લિવ-ઇન રિલેશનશિપનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ખાસ વાત એ છે કે બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ પોતાની પત્નીને છોડીને લિવ-ઈન-રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ કેટલાક હવે પરિણીત છે, જ્યારે કેટલાક હજુ લિવ-ઈનમાં રહે છે. આટલું જ નહીં, આમાંના કેટલાક સ્ટાર્સના ઘણા મોટા બાળકો પણ છે. જાણો આવા સ્ટાર્સ વિશે.

Advertisement
1/5
અર્જુન રામપાલ
અર્જુન રામપાલ

આ લિસ્ટમાં અર્જુન રામપાલનું નામ સૌથી પહેલા આવે છે.અર્જુન રામપાલ તેની પહેલી પત્ની મેહર જેસિયાથી વર્ષ 2019માં અલગ થઈ ગયો છે. પરંતુ તે પહેલા તે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે રિલેશનશિપમાં હતો અને લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો. અર્જુન અને ગ્રેબીએલાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને ગ્રેબીએલા ફરીથી માતા બનવાની છે.

2/5
ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

ફરહાન અખ્તર પણ તેની પહેલી પત્ની અધુના સાથે છૂટાછેડા લીધા બાદ લાંબા સમય સુધી શિબાની દાંડેકર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યો હતો. જોકે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

Banner Image
3/5
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

અમૃતા સિંહ સાથેના છૂટાછેડાના ઘણા વર્ષો પછી સૈફનું હૃદય ધબકતું હતું અને તે અભિનેત્રી હતી કરીના કપૂર. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા અને લિવ-ઈનમાં પણ રહેવા લાગ્યા હતા અને ત્યારબાદ બંનેએ લાંબા સમય બાદ લગ્ન કર્યા હતા.  

4/5
અરબાઝ ખાન
અરબાઝ ખાન

મલાઈકાથી છૂટાછેડા બાદ અરબાઝ ખાન ફરી એકવાર પ્રેમમાં પડ્યો. અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. સમાચાર મુજબ બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.

5/5
આમિર ખાન
આમિર ખાન

આમિર ખાન પણ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યો છે. પોતાની પહેલી પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લીધા પછી આમિર ખાન કિરણ રાવના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે બંને સાથે રહેવા લાગ્યા. બંનેએ લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. જોકે હવે આમિર અને કિરણ પણ અલગ થઈ ગયા છે.





Read More