PHOTOS

Nagma ના કારણે Sourav Ganguly ના ઘરમાં ઉભો થયો હતો ક્લેશ, લવ Triangle એ વધારી દીધી હતી ગાંગૂલીની મુશ્કેલીઓ

ક્રિટેટર સૌરવ ગાંગૂલીના જીવનમાં બોલીવુડની એક હસીનાની એન્ટ્રી થતા જ મચી ગયો ખળભળાટ. અમે વાત કરી રહ્યાં છીએ તે સમયથી હોટ અભિનેત્રી નગમાની. આજે નગમાં 46 વર્ષની છે. તેમના જન્મદિવસ પર જાણો કેવી હતી એમની અને સૌરવ ગાંગૂલીની લવ સ્ટોરી.

Advertisement
1/7
નગમા અને સૌરવ વચ્ચે જ્યારે પ્રેમ કહાની શરૂ થઈ
 નગમા અને સૌરવ વચ્ચે જ્યારે પ્રેમ કહાની શરૂ થઈ

ઈન્ડિય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગૂલી અને બોલીવુડની હોટ અભિનેત્રી નગમા વચ્ચેના સંબંધો વિશે સૌ કોઈ જાણે છે. ફિલ્મોમાં દેખાતા લવ ટ્રાંયએંગલ જેવી જ ગાંગૂલીની પણ સ્ટોરી છે. જેમ બે પ્રેમ કરતી વ્યક્તિ વચ્ચે કોઈ ત્રીજું આવી જાય તો સંબંધો ખરાબ થઈ જાય છે. આવી જ રીતે સૌરવ અને ડોનાની લાઈફમાં નગમાની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો હતો.  

2/7
ડોના સાથે થયા હતા સૌરવના લવ મેરેજ
ડોના સાથે થયા હતા સૌરવના લવ મેરેજ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગૂલીની જેટલી ચર્ચા ક્રિકેટના કારણે થાય છે. તેટલી જ ચર્ચા તેમના અંગત જીવનને લઈને પણ થાય છે. ગાંગૂલી અને બોલીવુડ અભિનેત્રી નગમા વચ્ચેના સંબંધો હંમેશાથી ચર્ચામાં રહ્યાં છે. જોકે, સૌરવની નાનપણની દોસ્ત ડોના સાથે તેમના લગ્ન થયા હતા. વર્ષ 1997માં ડોનાના પરિવારની વિરુદ્ધમાં જઈને ગાંગૂલીએ આ લવ મેરેજ કર્યાં હતાં. 

Banner Image
3/7
નગમાની એન્ટ્રીએ મચાવ્યો હતો સૌરવ ગાંગૂલીની લાઈફમાં બબાલ
નગમાની એન્ટ્રીએ મચાવ્યો હતો સૌરવ ગાંગૂલીની લાઈફમાં બબાલ

ગાંગૂલી અને ડોનાની જોડી કેટલાંય લોકો માટે આજે પણ એક આદર્શ સમાન છે. શરૂઆતના દિવસોમાં બધુ સામન્ય હતું. પણ કહાનીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે સૌરવની લાઈફમાં થઈ બોલીવુડ અભિનેત્રી નગમાની એન્ટ્રી. નગમાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું. અને આજે તે એક રાજનેતા છે.

4/7
આવી રીતે થઈ હતી નગમા-સૌરવની મુલાકાત
આવી રીતે થઈ હતી નગમા-સૌરવની મુલાકાત

નગમા અને સૌરવ ગાંગૂલીની પહેલી મુલાકાત કેવી રીતે થઈ એ પણ જાણીએ. સૌરવ ગાંગૂલીના લગ્નના બે વર્ષ બાદ એટલેકે, વર્ષ 1999માં વર્લ્ડ કપ દરમિયાન નગમા અને સૌરવ એકબીજાને મળ્યાં હતાં. ત્યાર પછી મીડિયામાં બન્નેના નામને લઈને ભારે ચર્ચા જાગી. તે સમયે બન્નેને ચેન્નઈથી થોડે દૂર એક મંદિરમાં જોવામાં આવ્યાં હતાં. ત્યાર પછી બંન્નેના સંબંધોને લઈ મીડિયામાં ભારે ચર્ચા થઈ. જેની અસર સૌરવ ગાંગૂલીના લગ્ન જીવન પર પણ પડવા લાગી. 

5/7
નગમાના કારણે સૌરવના લગ્ન જીવનમાં થવાનું હતું ભંગાણ
નગમાના કારણે સૌરવના લગ્ન જીવનમાં થવાનું હતું ભંગાણ

જ્યારે ડોનાને આ બધી વાતોની ખબર પડી ત્યારે એક સમય એવો પણ આવી ગયો હતો જ્યારે તે સૌરવ (Sourav Ganguly) થી અલગ થવા માંગતી હતી. એટલેકે, તે સૌરવથી તલાક લેવા માંગતી હતી. જોકે, એ નાજૂક સમયમાં ડોનાએ ખુબ જ ધૈર્યથી કામ લીધું અને સૌરવનો સાથ ના છોડ્યો. ડોનાએ આ બધી જ વાતોને અફવા ગણાવીને ત્યાં જ પૂર્ણવિરામ મુકી દીધું. જેનું પરિણામ એ આવ્યુંકે, સૌરવ અને નગમાનું બ્રેકઅપ થઈ ગયું અને ડોનાએ પોતાનું ઘર તૂટવાથી બચાવી લીધું. 

6/7
નગમાએ તેના અને સૌરવના સંબંધોનો કર્યો હતો સ્વીકાર
નગમાએ તેના અને સૌરવના સંબંધોનો કર્યો હતો સ્વીકાર

આપને જણાવી દઈએકે, કોંગ્રેસની નેતા નગમા (Nagma) એ કેટલાંક વર્ષો પહેલાં જ પોતાના અને સૌરવ ગાંગૂલીના અફેરનો સ્વીકાર કર્યો હતો. અને પોતાના એક ઈંટરવ્યૂમાં જણાવ્યું હતુંકે, સૌરવ અને તેમની વચ્ચે કેટલાંક સમય સુધી સંબંધો રહ્યાં હતાં. ત્યાર પછી બન્ને એકબીજાથી અલગ થઈ ગયા હતા. આજે લગ્નના આટલાં વર્ષો પછી પણ સૌરવ અને ડોના એક ખુશહાલ જિંદગી જીવી રહ્યાં છે.

7/7
નગમાએ જણાવ્યું હતું બ્રેકઅપનું કારણ
નગમાએ જણાવ્યું હતું બ્રેકઅપનું કારણ

નગમા (Nagma) એ એક ઈંટરવ્યૂ દરમિયાન કહ્યું હતુંકે, વર્ષ 2000માં જ્યારે સૌરવ ગાંગૂલી (Sourav Ganguly) નું કરિયર ટોપ પર હતું ત્યારે ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયાની હાર અને કેપ્ટનના ખરાબ પર્ફોમન્સને સહન નહોંતા કરી શકતા. એની અસર અમારા રિલેશન પર પણ પડી. બાકી વસ્તુઓની સાથો-સાથ એ વખતે એમનું કરિયર પણ દાવ પર લાગેલું હતું. તેથી કોઈકને કોઈકે તો અલગ થવાનું જ હતું. એવામાં સૌરવ ગાંગૂલીએ પોતાના કરિયર પર ફોક્સ કરવાનું વધારે પસંદ કર્યું.





Read More