PHOTOS

Rhea Chakrabortyની ક્યારે નહીં જોઈ હોય આ તસવીરો, સ્કૂલમાં ટીચર્સની ફેવરેટ હતી રિયા

શું છે રિયા ચક્રવર્તીનું આગરા કનેક્શન? ZEE NEWSના હાથ લાગી રિયા ચક્રવર્તીના બાળપણની કેટલીક ક્યારે પણ જોઈ નહીં હોય આ તસવીરો...

Advertisement
1/5
રિયાના પિતા હતા આર્મીમાં
રિયાના પિતા હતા આર્મીમાં

રિયાના પિતા આર્મીમાં ડોક્ટર હતા, 2002માં તેમનું પોસ્ટિંગ આગરામાં થયું હતું. રિયાની ઉંમર તે સમયે 13-14 વર્ષની હતી. રિયા અને તેના ભાઇ શોવિકનું એડમિશન સેન્ટ ક્લેયર્સ સ્કૂલમાં કરાવવામાં આવ્યું હતું.

2/5
5 વર્ષ કર્યો આગરામાં અભ્યાસ
5 વર્ષ કર્યો આગરામાં અભ્યાસ

સેન્ટ ક્લેયર્સની પ્રિન્સિપાલ ફાધર ભાસ્કર જેસુરાજે ZEE NEWS સાથે વાતચીતમાં રિયાએ 2002થી 2007ની વચ્ચે સેન્ટ ક્લેયર્સમાં અભ્યાસ પ્રાપ્ત કર્યો છે. રિયાનું એડમિશન પાંચમાં ધોરણમાં થયું હતું અને તેણે નવમાં ધોરણ સુધી સેન્ટ ક્લેઅર્સ આગ્રામાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તે વિદાય લીધી. જે સમયે રિયાએ સેન્ટ ક્લેયર્સમાં અભ્યાસ મેળવ્યો હતો તે સમયે ત્યાના પ્રિન્સિપાલ ફાધર જોસેફ ડબરે હતા.

Banner Image
3/5
ટીચરની ફેવરેટ હતી રિયા
ટીચરની ફેવરેટ હતી રિયા

રિયાના પિતાના પાડોસી રહેલા આર્મીના સેવાનિવૃત્ત જીએમ ખાને જણાવ્યું છે કે, રિયા અને તેમની દીકરી શાહજીયા મિત્ર હતી. બંને હમેશાં સાથે સાંજના સમયે એક સાથે રમતી હતી. રિયા શાહજીયાથી એક વર્ષ સીનિયર હતી. શાહજીયા આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને રિયા સેન્ટ ક્લેયર્સ સ્કૂલમાં. રિયા શાહજીયાના જન્મદિવસ પર પણ આવતી હતી.

4/5
ડાન્સનો હતો શોખ
ડાન્સનો હતો શોખ

કર્નલ ખાને જણાવ્યું કે, રિયાને ડાન્સ અને મ્યીઝિકનો ઘણો શોખ હતો. લેટેસ્ટ ફેશનના કપડા પહેરતી હતી, બાળકોના કાર્યક્રમોની એંકરિંગ પણ કરતી હતી. આર્મીના દરેક પ્રોગ્રામમાં ભાગ લેતી હતી. તે સમયે તેણે એમટીવી ટીન દીવામાં ભાગ લીધો હતો. જેમાં તેની પસંદગી થઇ હતી. અહીંથી રિયાને ગ્લેમરની દુનિયા પ્રતિ આકર્ષણ વધ્યું હતું.

5/5
અભ્યાસમાં હોશિયાર હતી રિયા
અભ્યાસમાં હોશિયાર હતી રિયા

સેન્ટ ક્લેયર્સ સ્કૂલના શિક્ષકે જણાવ્યું કે, રિયા ઘણી એક્ટીવ રહેતી હતી. અભ્યામાં પણ સારી હતી. એટલા માટે ટીચર્સની ફેવરેટ સ્ટૂડેન્ટ હતી. મ્યૂઝિક અને ડાન્સમાં ઘણો રસ દાખવતી હતી. સ્કૂલમાં થતી ગતિવિધિઓમાં ભાગ લેતી હતી.





Read More