Controversial Intimate Scenes: આજે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેણે પોતાની કેટલીક ફિલ્મોથી ખળભળાટ મચાવી દીધો હતો. કારણ કે આ ફિલ્મોમાં તેમણે પોતાનાથી નાની વયને એક્ટર સાથે ગરમાગરમ સીન આપ્યા હતા. આવા સીનની કલ્પના દર્શકોને પણ ન હતી. સ્ક્રીન પર આ સીન જોઈ દર્શકો પણ પાણી પાણી થઈ ગયા હતા.
આ લિસ્ટમાં પહેલું નામ છે અભિનેત્રી તબૂનું. 2020 માં અ સૂટેબલ બોય નામની ફિલ્મમાં તબૂએ ઈશાન ખટ્ટર સાથે રોમાંટિક સીન આપ્યા હતા. રિયલ લાઈફમાં આ બંને કલાકાર વચ્ચે 24 વર્ષનો તફાવત છે.
વર્ષ 2016 માં એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચને રણબીર કપૂર સાથે જબરદસ્ત ઈંટીમેટ સીન કર્યા હતા. આ બંને વચ્ચે 9 વર્ષનો તફાવત છે.
2016 માં આવેલી ફિલ્મ કી એન્ડ કા માં કરીના કપૂર અને અર્જુન કપૂરએ જોરદાર ઈંટીમેટ સીન કર્યા છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી હતી.
શ્રીદેવી અને સલમાન ખાનનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. તેમણે સાથે બે ફિલ્મો કરી છે જેમાં ચંદ્રમુખી અને ચાંદ કા ટુકડાનો સમાવેશ થાય છે.
1996 માં આવેલી ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડીમાં રેખા અને અક્ષય કુમાર જોવા મળ્યા હતા. તેમની વચ્ચે ક્લોઝ બોન્ડ દેખાડવામાં આવ્યો હતો. રેખા અને અક્ષય કુમાર વચ્ચે 13 વર્ષનું અંતર છે. તેમણે આ ફિલ્મમાં બોલ્ડન સીન પણ કર્યા હતા.