આદિત્ય નારાયણ (Aditya Narayan) તેની પત્ની અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ (Shweta Aggarwal) સાથે હેપ્પી ટાઇમ કાશ્મીરની હસીન વાદિઓમાં ગુજારી રહ્યા છે. બંનેનો ફોટો દોઈ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેઓનું હનીમૂસ ઘણું સારી રીતે ઉજવી રહ્યાં છે.
કાશ્મીરથી પહેલા ઇન્સ્ટાગ્રામ રીલ આદિત્ય નારાયણે શરે કરી છે. તેમાં તે અને તેની પત્ની 1951ની ફિલ્મ અલબેલાના ગીત કિસ્મત કી હવા પર લિપ-સિંક કરતા જોવા મળી રહ્યાં છે. આદિત્યએ આ વીડિયોને ખાસ કેપ્શનની સાથે શેર કર્યો છે. તેણે લખ્યું પત્નીની સાથે પ્રથમ રીલ #reelitfeelit #reelkarofeelkaro #ludo #qismatki.'
આદિત્ય નારાયણ (Aditya Narayan)ની માતા દીપા નારાયણ ઝાએ આ ક્યૂટ વીડિયો પર તેમની પ્રેમભરી કોમેન્ટ કરી છે. આદિત્યની માતાએ લખ્યું, હાય તમે બંને સુંદર લાગી રહ્યા છો. ખૂબ સરસ... ફેન્સ પણ આ વીડિયો પર રિએક્શન આપી રહ્યાં છે. એક ફેને લખ્યું, નજર ના લાગે આ જોડીને...
આ સાથે જ આદિત્યએ ઘણા ફોટો શેર કર્યા છે. બંને બર્ફીલી વાદિયોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. બંને ઘણા લવી-ડવી પોઝ આપતા જોવા મળી રહ્યાં છે.
આદિત્ય નારાયણ (Aditya Narayan)એ શ્વેતાની સાથે શ્રીનગરમાં ડલ લેકમાં શિકારેની સવારી કરતા ફોટો શેર કર્યો હતો, જેમાં બંને ખુબજ સુંદર લાગી રહ્યાં છે.
આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા પ્રથમ વખત ફિલ્મ શાપિતના સેટ પર મળ્યા હતા. 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા. ગત 1 ડિસેમ્બરના બંનેના લગ્ન થયા હતા.
લગ્નના થોડા દિવસ પછી બંને હનીમૂન પર રવાના થઈ ગયા હતા. હવે આ ફોટોઝને જોઇને એવું લાગી રહ્યું છે કે, તેમનું હનીમૂન ઘણું સારુ પસાર થઈ રહ્યું છે.