PHOTOS

ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ

Property Investment In Gujarat : તમે તો હાલ 2BHK કે 3BHK ઘર બનાવી લીધું, પરંતુ તમારી આગામી પેઢી આ સપનું સાકાર નહિ કરી શકે. કારણ કે, હવે ઘર મોંઘા બની રહ્યાં છે. ગુજરાતમાં પ્રોપ્રટી માર્કેટ એવુ ઉંચકાઈ રહ્યું છે કે, નવી પેઢી માટે ઘરનું ઘર એક સપનું બની જશે. હવે અપડેટ આવ્યા છે કે, ગુજરાતમાં 7 વર્ષમાં નવા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. એટલે કે અફોર્ડેબલ ઘર નહિ મળી રહે.

Advertisement
1/6
Ahmedabad Property Market Investment
Ahmedabad Property Market Investment

આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં અમદાવાદ સહિત દેશના મુખ્ય 8 શહેરોમાં 33420 અફોર્ડેબલ હાઉસિંગ યુનિટ લોન્ચ થયા હતા. જે ગયા વર્ષ કરતા ઓછા છે. ગત વર્ષે આ સમયગાળામાં 53818 યુનિટ લોન્ચ થયા હતા. સીધો 38% યુનિટનો ઘટાડો આવ્યો છે.

રિયલ એસ્ટેટ એનાલિટિક ફર્મ પ્રોપઇક્વિટીના રિપોર્ટ મુજબ, 60 લાખથી ઓછી કિંમતના અમદાવાદમાં 8% ઓછા યુનિટ લોન્ચ થયા છે. એટલે કે, અમદાવાદમાં હવે અર્ફોડેબલ ઘરની તંગી સર્જાશે.    

2/6

ગુજરેરાના આંકડા પણ રાજ્યમાં અફોર્ડેબલ હાઉસિંગના નવા પ્રોજેક્ટ ઘટી રહ્યા હોવાનો પુરાવો આપે છે. રાજ્યમાં છેલ્લા 7 વર્ષમાં કુલ 13934 નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે જે પૈકી 5189 (37%) પ્રોજેક્ટ અફોર્ડેબલ હાઉસિંગના છે. 2017-18માં અફોર્ડેબલ હાઉસિંગના 738 પ્રોજેક્ટ લોન્ચ થયા હતા જે 2023-24માં ઘટીને 446 થઈ ગયા. 

Banner Image
3/6

આ આંકડા બતાવે છે કે, પરવડે એવા ઘરના દર વર્ષે લોન્ચ થતા પ્રોજેક્ટની સંખ્યામાં 40%નો ઘટાડો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 369 નવા પ્રોજેક્ટ પૈકી 82 (21%) એફોર્ડેબલ છે. ગુજરેરાની વેબસાઇટ પર રજૂ થયેલા આંકડાઓ મુજબ, 2017-18માં 2193 નવા પ્રોજેક્ટમાંથી 738 (34%) અફોર્ડેબલ હાઉસિંગના હતા.

2018-19માં અફોર્ડેબલ પ્રોજેક્ટનું પ્રમાણ 44%, 2019-20 અને 2021-22માં પ્રમાણ 46% સુધી વધ્યું હતું. ત્યારબાદના વર્ષોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

4/6
જંત્રીના દરમાં વધારો થતા મકાન મોંઘા બનશે
જંત્રીના દરમાં વધારો થતા મકાન મોંઘા બનશે

તો બીજી તરફ, ગુજરાત સરકાર પણ આ વર્ષે જંત્રીના ભાવ વધારવાના મૂડમાં છે. જો આવું થયુ તો ઘર મોંઘા બનશે. ગત વર્ષે વિરોધને પગલે સરકારે જંત્રીનો ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. પરંતુ હવે સરકારે ભાવ લાગુ કરવા મન બનાવી લીધું છે. ગુજરાતના મહેલૂ વિભાગે કરેલાનવા સાયન્ટિફિક સરવે મુજબ નવા જંત્રીના દર ટૂંક સમયમાં લાગુ થઈ જશે.

સંભવત ઓગસ્ટ મહિના સુધી તેને લાગુ કરી દેવામાં આવશે. નવા જંત્રીના દરોમાં અઢીથી લઈને ચાર ગણો વધારો થઈ શકે છે. જોકે, સારા સમાચાર એ પણ છે કે, ગામડામાં જંત્રીના દરમાં ઘટાડો થઈ શકે છે. 

5/6
ક્યાં જંત્રી દર વધશે અને ક્યાં ઘટશે
ક્યાં જંત્રી દર વધશે અને ક્યાં ઘટશે

મહાનગરોના પોશ વિસ્તારો, મહાનગરની આસપાસના અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિકસિત વિસ્તાર, મોટી નગરપાલિકાઓ સ્વાં ભવિષ્યમાં રીઅલ્ટી ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે, નવી જાહેર થનારી મહાનગરપાલિકાઓ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, સ્માર્ટસિટી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં જંત્રાના દર વધશે.

તો બીજી તરફ, મહાનગરના જૂના શહેરી વિસ્તારી શે વિકાસની તક નથી અથવા મર્યાદિત છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન કે થવા નજીકના ભવિષ્યમાં વિકાસ શક્ય નથી. મીઠાના અગરો ધરાવતી જમીન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના દર ઘટશે.

6/6
એફોર્ડેબલ ઝોનમાં વધારો નહીં
એફોર્ડેબલ ઝોનમાં વધારો નહીં

સરકારે શહેરોમાં જે વિસ્તારોને એર્ફોડેબલ હાઉસિંગ ઝોન તરીકે નક્કી ક્યાં છે તે વિસ્તારો ઉપરાંત ખેતીવાડી સહ- વિસ્તારો માટે જંત્રીના દરો ગયા વર્ષ ફેબ્રુઆરીમાં નિયત થયા હતા તે પ્રમાણે જ રહેશે. આ ઉપરાંત જ્યાં ભાર ભાવ અને જંત્રીદરો વચ્ચેનું સંતુલન વિચિત્ર નથી, ત્યાં પણ કોઇ બદલાવ નહી આવે. તમે અમદાવાદ પશ્વિમમાં જાઓ છો તો હવે 2 બીએચકે ઘર મળી રહ્યાં નથી અને 3 બીએચકે ઘરનો ભાવ 80 લાખથી એક કરોડ સામાન્ય થઈ ગયો છે. 





Read More