PHOTOS

Afghanistan ની ભયાનક સ્થિતિ દર્શાવતા આ Photos....અઠવાડિયામાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું અફઘાનિસ્તાન

અફઘાની નાગરિકો તાલિબાનના ભયથી દેશ છોડવા માંગે છે  કારણ કે તેમને ડર છે કે તાલિબાન એકવાર ફરીથી પોતાનું ક્રુર શાસન લાગુ કરી શકે છે. 

Advertisement
1/10
કાબુલમાં ઘૂસ્યા તાલિબાની આતંકીઓ
કાબુલમાં ઘૂસ્યા તાલિબાની આતંકીઓ

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડતાની સાથે જ તાલિબાની આતંકીઓ કાબુલમાં ઘૂસી ગયા અને આજે અફઘાનિસ્તાન પર કબ્જાને જાહેરાત કરી શકે છે. (તસવીર-રોયર્ટસ)

2/10
અમેરિકી દૂતાવાસ પાસે ધડાકો
અમેરિકી દૂતાવાસ પાસે ધડાકો

કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે મોટા ધડાકા થયાના રિપોર્ટ્સ છે. આ ધડાકામાં કોઈના ઘાયલ કે માર્યા ગયા હોવાની હજુ સુધી જાણકારી મળી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહ્યું છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બહાર પણ ફાયરિંગ થયું છે. જેના કારણે એરપોર્ટ પર આગ લાગી ગઈ. (તસવીર-પીટીઆઈ)

Banner Image
3/10
નાગરિકોને સતાવે છે ક્રુરતાનો ડર
નાગરિકોને સતાવે છે ક્રુરતાનો ડર

નાગરિકો એ ભયથી દેશ છોડવા માંગે છે કે તાલિબાન ફરીથી એવું જ ક્રુરતાવાળું શાસન લાગુ કરી શકે છે જેમાં મહિલાઓના અધિકારો ખતમ થઈ જશે. આ બાજુ કાબુલમાં વધુ સુરક્ષિત માહોલ માટે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ઘર છોડીને આવેલા હજારોની સંખ્યામાં નાગરિકો સમગ્ર દશમાં ઉદ્યાનો અને ખુલ્લા સ્થળોમાં શરણ લેતા જોવા મળ્યા. (તસવીર- આઈએએનએસ)

4/10
લોકો ઘરોમાં થયા કેદ
લોકો ઘરોમાં થયા કેદ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલને પોતાના કબ્જામાં લીધા બાદ તાલિબાન કાબુલની જરૂરી જગ્યાઓ પર પોતાનો કબ્જો જમાવી રહ્યો છે. જ્યારે કાબુલમાં તાલિબાનના પ્રવેશ બાદ લોકોએ પોતાને ઘરમાં કેદ કર્યા છે. (તસવીર-રોયટર્સ)

5/10
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબ્જો
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબ્જો

તાલિબાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો જમાવી લીધો છે. અલ જજીરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફૂટેજમાં તાલિબાની આતંકીઓનો એક મોટો સમૂહ કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની અંદર જોવા મળી રહ્યો છે. 

6/10
એક અઠવાડિયામાં અફઘાનિસ્તાન પર કબ્જો
એક અઠવાડિયામાં અફઘાનિસ્તાન પર કબ્જો

અફઘાનિસ્તાનમાં લગભગ બે દાયકામાં સુરક્ષાદળોને તૈયાર કરવા માટે અમેરિકા અને નાટો દ્વારા અબજો ડોલર ખર્ચ થવા છતાં તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં આખા અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો. (તસવીર-રોયટર્સ)

7/10
તાલિબાનનો જનતાને સંદેશ
તાલિબાનનો જનતાને સંદેશ

તાલિબાનના નેતા મુલ્લા બરાદર અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે સત્તા હસ્તાંતરણ માટે વાતચીત કરવા પહોંચ્યા હતા. આ અગાઉ તાલિબાન તરફથી કહેવામાં આવ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા ઉકેલ લાવવા માંગે છે. દેશની જનતાએ ડરવાની જરૂર છે. 100થી વધુ દિવસથી ચાલતા સંઘર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે. (તસવીર- પીટીઆઈ)

8/10
કાબુલ એરપોર્ટ બંધ
કાબુલ એરપોર્ટ બંધ

અફઘાનિસ્તાનમાં રહેતા અને વિદેશીઓ પણ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નરત  છે. જો કે કાબુલ એરપોર્ટથી કોમર્શિયલ ફ્લાઈ્ટસ બંધ થઈ જવાના કારણે લોકોની આ કોશિશોને પણ ઝટકો મળ્યો છે. (તસવીર- રોયટર્સ)

9/10
કબ્જાની જાહેરાત કરી શકે છે તાલિબાન
કબ્જાની જાહેરાત કરી શકે છે તાલિબાન

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર પોતાના કબ્જાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરવા અને દેશને ફરીથી ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપવાની જાહેરાત થાય તેવી શક્યતા છે. તાલિબાન આજે અફઘાનિસ્તાનમાં પોતાની સરકારની જાહેરાત કરવા જઈ રહ્યું છે. (તસવીર- રોયટર્સ)

10/10
ઝડપથી બદલાઈ રહી છે કાબુલની સ્થિતિ
ઝડપથી બદલાઈ રહી છે કાબુલની સ્થિતિ

કાબુલમાં અમેરિકી દૂતાવાસે એક સુરક્ષા અલર્ટમાં કહ્યું કે અફઘાન રાજધાનીમાં સુરક્ષાની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. જેમાં એરપોર્ટ પણ સામેલ છે. આવામાં લોકો સુરક્ષિત અને સતર્ક રહે. (તસવીર- રોયટર્સ)





Read More