PHOTOS

Narendra Modi Varanasi Visit: જ્યારે મધરાતે વારાણસીના રસ્તા પર લોકોને જોવા મળી 'મોદી-યોગી'ની જોડી, જુઓ Photos

મોદી અને યોગીની જોડીએ મિડનાઈટ એક્શન લીધુ અને તેઓ મોડી રાતે 11 વાગ્યાની આસપાસ જનતા વચ્ચે પહોંચી ગયા. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને વારાણસીની જનતા પણ ઉત્સાહિત જોવા મળી. 

Advertisement
1/10

લોકસભા ચૂંટણી પહેલા યુપીમાં ભાજપને ટક્કર આપવા માટે બે છોકરાઓની જોડી મેદાનમાં ઉતરી ચૂકી છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ભેગા મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સીટો પર સમજૂતિ બની ગઈ છે. હવે આવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ જોડી આ વખતે કઈ ઉકાળી શકશે ખરી? આ બધા વચ્ચે મોદી અને યોગીની જોડીએ મિડનાઈટ એક્શન લીધુ અને તેઓ મોડી રાતે 11 વાગ્યાની આસપાસ જનતા વચ્ચે પહોંચી ગયા. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને વારાણસીની જનતા પણ ઉત્સાહિત જોવા મળી. 

2/10

પીએમ મોદી લગભગ રાતે 11 વાગે શિવપુર-ફૂલવરિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ કરવા માટે ગયા. હાલમાં જ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હતા. 

Banner Image
3/10

શિવપુર-ફૂલવરિયા-લહરતારા માર્ગ (ફ્લાયઓવર) દક્ષિણી ભાગ, બીએચયુ, બીએલડબલ્યુ વગેરેની આજુબાજુ રહેતા લગભગ 5 લાખ લોકો માટે ખુબ મદદગાર છે જે એરપોર્ટ, લખનઉ, આઝમગઢ અને ગાઝીપુર જવા ઈચ્છતા હોય છે.   

4/10

તેને 360 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ટ્રાફિક જામથી થતી ભીડને ઓછી કરવામાં મદદ મળી રહી છે. તેનાથી બીએચયુથી એરપોર્ટ તરફનું અંતર 75 મિનિટથી ઘટીને 45 મિનિટ થઈ ગયું છે. આ  માર્ગના કારણે  લહરતારાથી કચહરીનું અંતર 30 મિનિટથી ઘટીને 15 મિનિટ થઈ ગયું છે. 

5/10

આ પ્રોજેક્ટને પૂરો કરવા મટે વારાણસીના નાગરિકોનું જીવન સરળ બનાવવા માટે રેલવે અને રક્ષા સહિત મંત્રાલયો વચ્ચે સારો એવો સમન્વય જોવા મળ્યો. 

6/10

જે પ્રકારે આ રસ્તાનું નિર્માણ નિર્ધારિત સમયમર્યાદામાં થયું તે રીતે પીએમ મોદીએ છેલ્લા 22 મહિનામાં જે શિલાન્યાસ કર્યા હતા તેના પણ આજે લોકાર્પિણ થશે. 

7/10

પીએમ મોદીની સંવાદ શૈલી અદભૂત છે. તેઓ લાખોની ભીડમાં પણ એવી ભાષા અને શૈલી તથા ભાવ રાખે છે કે ત્યાં હાજર લોકોને એવું લાગે છે કે પીએમ મોદી તેમની સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. જનતા પણ તેમને બરાબર રિસ્પોન્સ આપે છે. 

8/10
9/10
10/10

હોટલના રસ્તે લોકોએ ખુબ ફૂલ વરસાવ્યા. તેમના સ્વાગત માટે લોકો મોડે સુધી ઊભા રહ્યા. પીએમ મોદીએ પણ હાથ હલાવીને બધાના અભિવાદનનો જવાબ આપ્યો. 





Read More