Ahmedabad Plane Crash: વિશ્વાસ કુમાર રમેશ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વ્યક્તિ છે. 242 લોકોની લાશના ઢગલા વચ્ચે જીવતા બચેલા વિશ્વાસ રમેશના ભાગ્ય અને હિંમતની ચર્ચા થઈ રહી છે.
અમદાવાદઃ વિશ્વાસ કુમાર રમેશ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવિત એકમાત્ર વ્યક્તિ છે. 242 લોકો પ્લેનમાં સવાર હતા, જેમાં બધાના મોત થઈ ગયા છે પરંતુ નસીબજોગે વિશ્વાસ કુમાર બચી ગયા છે. પરંતુ વિશ્વાસ હોસ્પિટલમાં ગરગીન છે. કારણ કે તે ખુદ તો બચી ગયો પરંતુ આ દુર્ઘટનામાં તેના સગા ભાઈનું મોત થયું છે. એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઈન વિમાન ગુરૂવારે બપોરે અમદાવાદમાં ઉડાન ભરવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિશ્વાસને છોડી બધા યાત્રીકો, ક્રૂ મેમ્બર્સ અને દુર્ઘટનાસ્થળ પર હાજર લોકો સહિત કુલ 265 લોકોના મોત થયા છે.
40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. તે ભારતમાં પોતાના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ યાત્રામાં વિશ્વાસનો મોટો ભાઈ અજય કુમાર પણ સાથે હતો. બંને ભાઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સાથે સવાર થયા હતા. વિશ્વાસની સીટ 11A હતી પરંતુ તેનો ભાઈ બીજી લાઈનમાં બેઠો હતો. દુર્ઘટના બાદ વિશ્વાસનો જીવ બચી ગયો પરંતુ તેના ભાઈનું મોત થયું છે. દુર્ઘટના બાદ વિશ્વાસે પોતાના પિતાને વીડિયો કોલ કરી જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે, તે બચી ગયો છે, પરંતુ ભાઈ દેખાતો નથી. બાદમાં ગુજરાત પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી કે એક વ્યક્તિને છોડી બધા યાત્રીકોના મોત થઈ ગયા છે.
વિશ્વાસ કુમારે કહ્યુ- ટેક ઓફની 30 સેકેન્ડ બાદ મોટો અવાજ આવ્યો અને પ્લેન ક્રેશ ઈથ ગયું. બધુ એટલું જલ્દી બન્યું કે કંઈ સમજાયું નહીં. મને ખુદ વિશ્વાસ થઈ રહ્યો નથી કે હું કઈ રીતે બચી ગયો. થોડા સમય માટે લાગ્યું કે મરી ગયો. આંખ ખોલી જોયું તો હું જીવિત હતો. ત્યાં થોડી જગ્યા મળી અને હું બહાર આવી ગયો હતો. ચારે તરફ મૃતદેહો જોવા મળી રહ્યાં હતા.
ફલાઇટ ક્રેશ થયા બાદ વિશ્વાસે આજુબાજુમાં મૃતદેહો જોઈને ગભરાઈ જઈને ઈમરજન્સી દરવાજો ખોલીને ત્યાંથી દોડતો દોડતો નિકળી ગયો હતો. આ બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક વિશ્વાસને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે એડિશનલ સુપ્રિટેન્ડ રજની પટેલે જણાવ્યુ કે, હાલમાં વિશ્વાસની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે.
એર ઈન્ડિયા પ્રમાણે વિમાનમાં સવાર 230 યાત્રીકોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગલના નાગરિક હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાયલટ અને ક્રૂના 10 સભ્યો હતા. બોઇંગ ડ્રીમલાઇન ટેકઓફ કર્યા બાદ તત્કાલ નીચે આવ્યું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું.