most affordable housing market: આપણા દેશમાં બજેટમાં ઘર મળવું એ કોઈ સપનાથી જરાય કમ નથી. ખાસ કરીને મેટ્રો સિટીમાં તો ઘરના ભાવ ઝડપથી વધી રહ્યા છે. મિડલ ક્લાસના લોકો માટે 2 રૂમનું ઘર લેવું મુશ્કેલ બને છે. પરંતુ આજે પણ એવા કેટલાક શહેર છે જ્યાં તમને બજેટમાં ઘર મળી જાય. નાઈટ ફ્રેંક ઈન્ડિયાના લેટેસ્ટ ફોર્ડેબિલિટી ઈન્ડેક્સ મુજબ કોલકાતા અને પુણે સહિત ગુજરાતનું આ શહેર દેશમાં સૌથી સસ્તા શહેર બન્યા છે. 2025ના પહેલા ત્રિમાસિકમાં આ શહેરોમા ઘર લેવું સરળ બન્યું છે.
એવું કહેવાય છે કે તેનું કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફેબ્રુઆરીમાં રેપોરેટમાં 100 બેસિસ પોઈન્ટનો કાપ છે. જેના કારણે લોકોના ઈએમઆઈનો બોજો થોડો ઘટ્યો છે.
સસ્તા ઘરોની યાદમાં નંબર વન પર ગુજરાતનું અમદાવાદ છે. જ્યાં ઘરના ઈએમઆઈ માટે પરિવારની કમાણીનો ફક્ત 18 ટકા ભાગ ખર્ચ થાય છે. જ્યારે પુણેમાં 22 ટકા અને કોલકાતામાં 23 ટકા ઘરની ઈએમઆઈ ભરવામાં જાય છે. આ ત્રણેય ભારતના સૌથી સસ્તા શહેર છે. ઈન્ડેક્સમાં 40 ટકા સુધીની મર્યાદાને સસ્તું ગણવામાં આવે છે.
જ્યારે મુંબઈમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહીં અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 50 ટકાથી નીચે આવ્યો છે. જે 2024માં 50 ટકા હતો. હવે 2025ના ત્રિમાસિકમાં 48 ટકા થયો છે. જૂના રેકોર્ડ જોઈએ તો મુંબઈમાં સસ્તાં ઘર ખરીદવા માટે આ સૌથી સારો સમય છે. તેનું મોટું કારણ હોમ લોના ઓછા વ્યાજ દર છે. જેનાથી સૌથી મોંઘા હાઉસિંગ માર્કેટમાં હપ્તા ભરવા થોડા સરળ બન્યા છે.
દિલ્હી એનસીઆરના આંકડાની વાત કરીએ તો અહીં એક પરિવારની આવકના 28 ટકા ભાગ ઘરનો હપ્તો ભરવામાં જાય છે. જે પહેલાની સરખામણીમાં વધ્યો છે. કારણ કે અહીં ઘરોના ભાવ પહેલા કરતા વધ્યા છે. મીડિયા રિપોર્ટમાં Knight Frank India ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિશર બૈજલને ટાંકીને કહેવાયું છે કે ઘરનું સસ્તું હોવ એ ખરીદારોની માંગણીને જાળવી રાખવામાં તથા વેચાણને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે બંને અર્થવ્યવસ્થા માટે જરૂરી છે. લોકોનો નાણાકીય આત્મવિશ્વાસ વધારે છે જેનાથી તેઓ ઘરમાં રોકાણ માટે પ્રેરિત થાય છે.
RBI ના 2026 માટે 6.5 ટકા ગ્રોથનું અનુમાન અને વ્યાજદરોની સ્થિતિ જોતા 2025માં ઘર ખરીદારોની માંગણીને સમર્થન મળવાની આશા છે. RBI ની હાલની પોલીસીઓ જેમ કે વ્યાજ દરો પર તટસ્થ વલણ અને CRR માં કાપે બેંકિંગ સિસ્ટમમાં વધુ પૈસા નાખ્યા છે. જેના કારમે ઉધાર લેવાનો ખર્ચ ઘટ્યો છે અને કરજ આપવા માટે વધુ ધન ઉપલબ્ધ થયું છે. જેનાથી ઘર ખરીદારો અને ડેવલપર બંનેને ફાયદો થયો છે. આ ઉપરાંત વધતો પગાર, સ્થિર જીડીપી, નિયંત્રિત ફૂગાવો જેવા અનુકૂળ આર્થિક માહોલથી ભારતીય હાઉસિંગ સેક્ટરમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. જે કોવિડ બાદથી સૌથી સારો સમય છે.