PHOTOS

Photos: મધરાતે અમદાવાદના SG હાઈવે પર નબીરાએ લોકોને કારની અડફેટે લઈ 30 ફૂટ દૂર ફંગોળ્યા, 9ના મોત

Advertisement
1/6

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.   

2/6

મળતી માહિતી મુજબ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના થયા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે જગુઆર કારે લોકોને અડફેટે લઈ લીધા હતા. 

Banner Image
3/6

મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ, હોમગાર્ડ નીલેશ ખટીક, તથા બોટાદ અને સુરેન્દ્રનગરના યુવાનો સામેલ છે. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાર રાજપથ ક્લબ તરફથી આવી રહી હતી અને તેની સ્પીડ 160ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. 

4/6

અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સાથે રફૂચક્કર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ 9માંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.  

5/6

રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 - બોટાદ

6/6

કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ - બોટાદ





Read More