PHOTOS

Photos : અમદાવાદની મહિલાએ માત્ર 15 કલાકમાં 15 કિલો ચોકલેટનું રામ મંદિર બનાવ્યું

આવતીકાલે રામ મંદિર (ram mandir)નું ભૂમિ પૂજન છે. રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત 24 કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ઈંટ મૂકશે. ત્યારે રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદની મહિલાએ આ ખાસ ક્ષણ માટે ખાસ કર્યું છે. અમદાવાદના ચોકલેટ આર્ટિસ્ટ શિલ્પા ભટ્ટે 15 કિલોની ચોકલોટનું રામ મંદર બનાવ્યું છે. 

Advertisement
1/3

શિલ્પા ભટ્ટ નામની મહિલાએ 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું છે. શિલ્પા ભટ્ટે માત્ર 15 કલાકમાં રામમંદિરનું ચોકલેટ મોડેલ બનાવ્યું છે. શિલ્પા ભટ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ચોકલેટનું રામમંદિર ભેટ આપવા માંગે છે.

2/3

છેલ્લા અનેક વર્ષોથી શિલ્પા ભટ્ટે ચોકલેટ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. તેઓ ચોકલેટથી અવનવી ભગવાનની મૂર્તિઓ બનાવે છે. ત્યારે રામ મંદિરના ભૂમિ પૂજન માટે તેઓએ ખાસ મંદિર બનાવ્યું છે. તેઓએ કહ્યું કે, પીએમ મોદી નહિ મળશે તો હું અમદાવાદના રામ મંદિરમાં આ ચોકલેટ મંદિરની ભેટ આપશે. પરંતુ અયોધ્યા નહિ જઇ શકતા, પણ અમદાવાદમાં રહીને રામ ભગવાન પ્રત્યે પોતાનો વિશ્વાસ આસ્થા રજૂ કરી છે તેવું તેઓએ જણાવ્યું. 

Banner Image
3/3

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના ભૂમિપૂજનમાં આમ તો 175 અતિથિઓને આમંત્રણ અપાયું છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી અયોધ્યામાં 137 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરશે. કેટલાક કારસેવકોના પરિવારના સભ્યોને પણ આમંત્રણ અપાયું છે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં દેશભરમાંથી 2000 પવિત્ર સ્થળોથી માટી અને જળ અયોધ્યા પહોંચ્યું છે. 100થી વધુ નદીઓનું જળ અયોધ્યા લવાયું છે. અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન 9 શિલાના પત્થર ભૂમિપૂજનમાં રખાશે. 9 શિલાઓનું પૂજન પીએમ મોદીના હાથે થશે. 9 શિલાઓ 1989-90 દરમિયાન રામમંદિર આંદોલન સાથે જોડાયેલી છે. 9 શિલાઓમાંથી એક શિલા ગર્ભગૃહમાં રખાશે. બાકીની 8 અન્ય સ્થળો પર. શિલાઓનો ઉપયોગ નક્શો પાસ થયા બાદ નિર્માણ સમયે ઉપયોગમાં લેવાશે.   





Read More