PHOTOS

ગુજરાતમાં પહેલીવાર બ્રિજને મજબૂત કરવા વપરાયું એરક્રાફ્ટ અને વિમાનનું મટીરીયલ

Kheda News નચિકેત મહેતા/ખેડા : જે રીતે ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓ બની રહી છે, તે જોતા હવે મજબૂત પુલ બનાવવાની જરૂર પડી છે. ત્યારે ખેડા જિલ્લાથી સૌરાષ્ટ્રની જોડતો સાબરમતી નદી પર આવેલ બ્રિજને એક મજબૂત મટીરિયલથી બનાવવામાં આવી રહ્યો છે. 72 વર્ષ જૂના રસિકપુરા બ્રિજને એરક્રાફ્ટ અને વિમાન બનાવવામાં વપરાતા કાર્બન ફાઇબરથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ મટીરિયલ મેટલ અને સ્ટીલ કરતાં 10 ગણું મજબૂત હોય છે. 

Advertisement
1/5

9 જૂનના રોજ ગુજરાતના વડોદરા અને આણંદને જોડતા ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 20 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ અકસ્માત પછી, સમગ્ર ગુજરાતમાં પુલોની સ્થિરતા તપાસવામાં આવી. તેવી જ રીતે, ખેડા જિલ્લામાં બે પુલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ગંભીરા અકસ્માત પહેલા, ખેડાને સૌરાષ્ટ્ર સાથે જોડતા પુલને નવી અદ્યતન ટેકનોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો હતો. વિમાન બનાવવામાં વપરાતા કાર્બન ફાઇબરનો ઉપયોગ કરીને 2 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર પુલને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.  

2/5
નવી ટેકનોલોજીના કારણે આ પુલનો ફરી સ્ટ્રક્ચર કરવાનું શક્ય આવ્યું
નવી ટેકનોલોજીના કારણે આ પુલનો ફરી સ્ટ્રક્ચર કરવાનું શક્ય આવ્યું

ખેડા જિલ્લાના મકાન વિભાગના અધિકારી વિવેક જામે કહ્યું કે, ખેડાથી ધોળકા-સૌરાષ્ટ્ર તરફ જતા વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ આ બ્રિજની મરામતની કામગીરી મે ૨૦૨૫માં શરૂ કરવામાં આવી છે. ૧૯૫૩ માં બનેલો આ પુલ ૧૮૦ મીટર લાંબો છે અને તેમાં ૨૧ મીટરના કુલ ૯ સ્પાન છે. આ પુલ સાબરમતી નદી પર બનેલો છે. મોન્સુન કામગીરી દરમ્યાન, ખેડા આરએન્ડબી વિભાગને આ પુલમાં નુકસાન જોવા મળ્યું હતું, જેના કારણે મે 2025 માં આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ 72 વર્ષ જૂનો હોવાથી આ બ્રીજ નિચે આવેલ બેરિંગ્સને મજબૂત બનાવવામાં અથવા સમારકામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવી ટેકનોલોજીના કારણે આ પુલનો ફરી સ્ટ્રક્ચર કરવાનું શક્ય આવ્યું અને હવે આ પુલ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, ચોમાસાની ઋતુ હોવાથી કામગીરી કરવામાં સમય લાગી રહ્યો છે. જેના કારણે આરએન્ડબી વિભાગે સપ્ટેમ્બર 2025 સુધીમાં પુલના મજબૂતીકરણનું કામ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરી છે. 

Banner Image
3/5

બે એન્જિનિયર અને 18 વર્કર પુલના રિ કન્સ્ટ્રક્શન માટે સતત કાર્યરત છે. આ પુલનું મજબૂતીકરણ કાર્ય સ્ક્રુ રિપેરિંગ, બેરિંગ રેક્ટિફિકેશન, ઇપોક્સી ગ્રાઉટિંગ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, બેરિંગ ઓઇલિંગ, ગ્રીસિંગ, બ્રિજ લિફ્ટ, સ્લેબ લિફ્ટ, તેમજ કાર્બન ફાઇબર લેમિનેટિંગ અને કાર્બન ફાઇબર શીટ્સ ઇન્સ્ટોલ કરીને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી રહ્યું છે. 

4/5
કાર્બન ફાઈબર કેટલું મજબૂત હોય છે 
કાર્બન ફાઈબર કેટલું મજબૂત હોય છે 

કાર્બન ફાઇબર લેમિનેશન એ કાર્બન ફાઇબર કમ્પોઝિટના અંતિમ સ્તરને લાગુ કરવાની પ્રક્રિયા છે, જેમાં રેઝિન મેટ્રિક્સનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સ્ટીલ કરતાં દસ ગણું મજબૂત અને ટકાઉ માળખું બનાવે છે. આ આધુનિક પદ્ધતિથી પુલને એવી રીતે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી ન થાય. હાલમાં આ પુલ પરનો ટ્રાફિક પાસે બનેલા નવા પુલ પર વાળવામાં આવ્યો છે. 

5/5

જે રીતે આ પુલને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે, જો એવી જ રીતે ગંભીરા પુલમાં મોનસુન કામગીરી અંતર્ગત સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું હોત, તો ન તો પુલનો એક ભાગ તૂટી પડ્યો હોત અને ન તો 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોત.   





Read More