PHOTOS

Gujarat Booth Capture : લોકશાહીના પાયા હચમચાવી દેતી ઘટના : EVM તો આપણા બાપનું... કહી ભાજપના નેતાના પુત્રે આખેઆખું બૂથ કેપ્ચર કર્યું

Booth Capturing In Gujarat Loksabha Election 2024 : મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ. વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે

Advertisement
1/6

ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. 

2/6

દાહોલ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી. 

Banner Image
3/6

કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી. 

4/6
ચૂંટણીં પંચે મંગાવ્યો રિપોર્ટ
ચૂંટણીં પંચે મંગાવ્યો રિપોર્ટ

દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં બૂથના વાયરલ વાડિયા મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. આરોપી યુવકની ધરપકડની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. 

5/6

ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યા પર મતદારોને અટકવામાં આવ્યા હતા. પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવવામાં આવ્યા હતા. દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઈન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમિંગ કરવાં આવ્યું હતું. મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો હતો. પોલિંગ ઓફિસરે પણ આ બાબતે રોકવામાં આવ્યા નથી. પોલીસ તંત્ર પણ દર્શક તરીકે ઊભું રહ્યું છે. ભાજપ દેશની લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ઇલેક્શન કમિશન ફરિયાદ કરી છે. ભાજપના નેતાના પુત્રએ લોકોને મતદારોને મત આપવાનો અધિકાર છીનવ્યો છે. ચૂંટણીના બેઠેલા અધિકારી પોતાનું કામ ભાજપ માટે કર્યું છે. જે પોલીસ અઘિકારી ભાજપનું કામ કર્યું છે તેમને ભાજપમાં જોડાઈ જવું જોઈએ. ચુંટણીની કામગીરી કરનાર લોકોએ ભાજપમાં જોડાઈ જવું જોઇએ. જિલ્લા પંચાયતની અનેક જગ્યા આ પ્રકારની ફરિયાદ સામે આવી છે. 

6/6

ઉલ્લેખનીય છે કે, દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ વચ્ચે ચૂંટણી જંગ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાહોદમાં 58.66 ટકા મતદાન નોધાયું છે. 





Read More