PHOTOS

20 કરોડના નેકલેસને પહેરી અપ્સરા જેવી જોવા મળી આલિયા ભટ્ટ, ડાયમંડની ચમક જોઇ દિવાના થઇ જશો તમે, જુઓ PHOTOS

Alia Bhatt Diamond Necklace: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં લંડનમાં હોપ ગાલા ઇવેંટને અટેન્ટ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે. હોપ ગાલામાં આલિયાએ ગાઉન અને નેકલેસ પહેરીને અનોખો અંદાજ બતાવ્યો હતો. અભિનેત્રીની તસવીરો સામે આવતા જ બધાનું ધ્યાન તેના નેકલેસ પર ગયું. અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પરથી નજર હટાવવી લોકો માટે મુશ્કેલ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આ નેકલેસની કિંમત કરોડોમાં છે. ચાલો જાણીએ તેના લુક અને નેકલેસની કિંમત વિશે.
 

Advertisement
1/5
આલિયા ભટ્ટનો જાદુ
આલિયા ભટ્ટનો જાદુ

લંડનમાં ચાલી રહેલી હોપ ગાલા ચેરિટી ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે નેકલેસ સાથે વેલ્વેટ સ્ટાઈલનો આઉટફિટ પહેર્યો હતો. અભિનેત્રીના સંપૂર્ણ લુક પર નજર કરીએ તો તે અપ્સરા જેવી લાગે છે. ચાહકોની નજર આલિયાના ખૂબ જ સુંદર નેકલેસ પર ટકેલી છે.

2/5
20 કરોડનો હાર
20 કરોડનો હાર

આલિયા ભટ્ટના લૂકને ખાસ બનાવ્યો તેના નેકલેસે. અભિનેત્રીએ બુલ્ગારી બ્રાન્ડનો નેકલેસ અને વીંટી પહેરી છે. ઓફિશિયલ વેબસાઈટ અનુસાર તેના નેકલેસની કિંમત 20 કરોડ રૂપિયા છે. હીરાની ચમક તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે. 

Banner Image
3/5
આખો લુક છે ખાસ
આખો લુક છે ખાસ

આલિયાએ વેલ્વેટ સ્ટાઈલનો આઉટફિટ પહેર્યો છે. ડ્રેસના કેટલાક ભાગોમાં સિલ્વર સ્ટોન્સથી વર્ક કરવામાં આવ્યું છે, જે તેણીના લુકને ખાસ બનાવે છે. આ સાથે તેણે લૂઝ કર્લ્સ સાથે હેર સ્ટાઈલ કરી છે અને હળવો મેકઅપ રાખ્યો છે.

4/5
ફેન્સ કરી રહ્યા છે વખાણ
ફેન્સ કરી રહ્યા છે વખાણ

તમને જણાવી દઈએ કે X પર આલિયા ભટ્ટની તસવીરો ટ્રેન્ડ કરી રહી છે. ડ્રેસની સાથે તેણે હોપ ગાલા ઈવેન્ટ દરમિયાન સાડી પણ પહેરી હતી. બંનેના લુકની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

5/5
હોપ ગાલા ઇવેન્ટને કરી હોસ્ટ
હોપ ગાલા ઇવેન્ટને કરી હોસ્ટ

આજે આલિયા ભટ્ટે હોપ ગાલા ઈવેન્ટ હોસ્ટ કરી હતી. લંડનમાં ચાલી રહેલી આ ઈવેન્ટ ચેરિટીના હેતુથી આયોજિત કરવામાં આવી છે. તસવીરોમાં ઓરી અને હર્ષદીપ કૌર પણ જોવા મળે છે.





Read More