PHOTOS

આલિયાનો બેબી બમ્પ થયો વાયરલ, પ્રગ્નેન્સીમાં શૂટ કર્યા જબરદસ્ત એક્શન સીન્સ

બોલીવુડ ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ તાજેતરમાં તેની પહેલી હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસના બેબી બમ્પની તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થવા લાગી છે. અહીં જુઓ તસવીર...

Advertisement
1/6
વાયરલ થઇ આલિયા ભટ્ટના બેબી બમ્પની તસવીર
વાયરલ થઇ આલિયા ભટ્ટના બેબી બમ્પની તસવીર

બોલીવુડ ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેની જાણકારી એક્ટ્રેસે સેટ પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જોકે, આ તસવીરોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળી રહ્યો હતો. હવે આ ફિલ્મના સેટની અન્ય કેટલીક તસવીરો ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યી છે. જ્યાં એક્ટ્રેસ તેના બેબી બમ્પ સાથે ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ કરતી જોવા મળી રહી છે. અહીં જુઓ વાયરલ થયેલી આલીયા ભટ્ટની બેબી બમ્પની તસવીર.

2/6
બેબી બમ્પ સાથે એક્શન સીન્સ કરતી જોવા મળી આલિયા ભટ્ટ
બેબી બમ્પ સાથે એક્શન સીન્સ કરતી જોવા મળી આલિયા ભટ્ટ

વાયરલ થઈ આ તસવીરમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ બેબી બમ્પ સાથે ધમાકેદા એક્શન સીન્સ શૂટ કરતી જોવા મળી રહી છે.

Banner Image
3/6
પહેલી વખત જોવા મળ્યો આલિયા ભટ્ટનો બેબી બમ્પ
પહેલી વખત જોવા મળ્યો આલિયા ભટ્ટનો બેબી બમ્પ

તમને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ એક્ટ્રેસે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. જે બાદ ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટને અભિનંદન પાઠવતા જોવા મળ્યા. હવે એક્ટ્રેસનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

4/6
2 મહિના પહેલા જ થયા હતા આલિયા ભટ્ટના લગ્ન
2 મહિના પહેલા જ થયા હતા આલિયા ભટ્ટના લગ્ન

રસપ્રદ વાત એ છે કે એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે 14 એપ્રિલના દિવસે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન એક્ટ્રેસે તેના અને રણબીર કપૂરના ઘરમાં કર્યા હતા.

5/6
પ્રેગ્નેંસીમાં પણ મુશ્કેલ સીન્સ કરી રહી છે આલિયા ભટ્ટ
પ્રેગ્નેંસીમાં પણ મુશ્કેલ સીન્સ કરી રહી છે આલિયા ભટ્ટ

લાગે છે કે આલિયા ભટ્ટ અન્ય ફિલ્મ એક્ટ્રેસ માટે એક ઉદાહરણ રજૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસે તેની આ હોલીવુડ ફિલ્મ માટે મુશ્કેલ સીન્સ પ્રેગ્નેંસીની હાલતમાં શૂટ કર્યા છે.  

6/6
ગેલ ગેડોટ સાથે કરશે આલિયા ભટ્ટ હોલીવુડમાં ડેબ્યુ
ગેલ ગેડોટ સાથે કરશે આલિયા ભટ્ટ હોલીવુડમાં ડેબ્યુ

તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ આલિયા ભટ્ટ વંડર વુમન ફેમ એક્ટ્રેસ ગેલ ગેડોટ સાથે તેની પહેલી હોલીવુડ ફિલ્મ લઇને દર્શકો વચ્ચે પહોંચી રહી છે.





Read More