PHOTOS

Alia Bhatt Vidaai: દીકરીની વિદાયથી મહેશ ભટ્ટ થયા ભાવુક, જમાઈને ભેટી પડતા જ...

Mahesh Bhatt Emotional At Ranbir Alia Wedding: લગ્ન ભલે કેટલા પણ ભવ્ય કેમ ના હોય પરંતુ દીકરીની વિદાયના વિચાર સાથે જ માતા-પિતાની આંખોમાં આંસૂ આવી જાય છે. આવું જ કંઈક રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં પણ જોવા મળ્યું. રણબીર આલિયાના લગ્નથી આલિયાના પિતા મહેશ ભટ્ટની જેટલી પણ તસવીરો સામે આવી છે તેમાં તેમનું દીકરીની વિદાયનું દુ:ખ દેખાઈ રહ્યું છે.

Advertisement
1/7
મહેશ ભટ્ટની તસવીર
મહેશ ભટ્ટની તસવીર

ભવ્ય વેડિંગથી જ્યાં રણબીર-આલિયાની ઘણી બધી તસવીરો તમે જોઈ હશે પરંતુ હવે અમે તમારા માટે દુલ્હનના પિતાની કેટલીક ભાવુક તસવીરો લઈને આવ્યા છીએ.

2/7
રણબીર કપૂરને ભેટી પડ્યા મહેશ
રણબીર કપૂરને ભેટી પડ્યા મહેશ

મહેશ ભટ્ટની જમાઈ રણબીર કપૂરને ભેટી પડ્યાની આ તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં મહેશ ભટ્ટના ચહેરા પર ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Banner Image
3/7
દેખાયા ખુબ જ ભાવુક
દેખાયા ખુબ જ ભાવુક

આ દરમિયાન રણબીર કપૂર પણ તેમના સસરાને સંભાળતા જોવા મળ્યો હતો. દરેક લોકો રણબીર અને મહેશ ભટ્ટની આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

4/7
રણબીર-આલિયાની સાથે મહેશ ભટ્ટ
રણબીર-આલિયાની સાથે મહેશ ભટ્ટ

દીકરીની મહેંદી સેરેમનીથી મહેશ ભટ્ટની આ તસવીર સામે આવી છે. મહેશ ભટ્ટે તેમના એક હાથ પર પુત્રી આલિયા અને બીજા હાથ પર જમાઈ રણબીરનું નામ લખાવ્યું હતું.

5/7
પુત્ર રાહુલ ભટ્ટે કર્યું ફૂટ મસાજ
પુત્ર રાહુલ ભટ્ટે કર્યું ફૂટ મસાજ

આ સાથે જ મહેશ ભટ્ટની વધુ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં તે લગ્નની ઝગઝગાટમાં એકલા બેઠા છે અને તેમનો પુત્ર રાહુલ ભટ્ટ તેમના પગ દબાવતો જોવા મળ્યો હતો.

6/7
ફેમિલી ફોટોમાં દેગાયા ચુપચાપ
ફેમિલી ફોટોમાં દેગાયા ચુપચાપ

ફેમિલી ફોટોમાં પણ મહેશ ભટ્ટ ચુપચાપ દેખાઈ રહ્યા હતા. જ્યાં આખો પરિવાર પોઝ માટે સ્માઈલ આપી રહ્યો છે ત્યાં મહેશ ભટ્ટ ખુબ જ શાંત જોવા મળ્યા હતા.

7/7
આખા પરિવાર સાથે તસવરી
આખા પરિવાર સાથે તસવરી

લગ્ન દરમિયાન પણ રણબીર આલિયાનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો પરંતુ મહેશ ભટ્ટ અહીં પણ ઘણા ઉદાસ જોવા મળ્યા હતા.





Read More